ચુંટણી : પાટીદાર અને કોંગ્રેસ વિવાદ : કોંગ્રેસ નેતાઓના ફોન પર અલ્પેશ કથિરિયાએ કહ્યું એવું કે…

2530
Published on: 6:05 pm, Wed, 10 February 21

પાટીદાર અને કોંગ્રેસ વિવાદ

  • સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચે વિવાદ
  • કોંગ્રેસના નેતાઓએ અલ્પેશને સમજાવવા ફોન કર્યા
  • હવે ફોન કરે એનો કોઈ અર્થ નથી: અલ્પેશ

સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચેનો વિખવાદ પુરુ થવાને લઇને નામ લઇ રહ્યો નથી. ત્યારે બીજી તરફ PASSના અલ્પેશ કથિરિયાને સમજાવવા કોંગ્રેસના નેતાઓ મેદાનમાં પડ્યાં છે. PAASના નેતા અલ્પેશ કથિરિયાને સમજાવવા માટે કોંગ્રેસના નેતાઓએ ફોન કર્યાં. જો કે તેને અલ્પેશ કથિરિયાએ કહ્યું કે જ્યારે જરુર હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ ફોન ઉપાડ્યાં નહી.

થોડા દિવસ પહેલા સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે કદાચ શહેરની રાજનીતિનો પ્રથમ કિસ્સો હોઇ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટેનો છેલ્લો દિવસ હતો. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ સુરત કોંગ્રેસમાં એક ફટકો પડ્યો છે.

જેમાં અંતિમ ઘડીએ જ કોંગ્રેસમાંથી એક વિકેટ ખડી ગઈ છે. જોકે એવું નહોતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા. પરંતુ કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી તેણે ઉમેદવારી ફોર્મ પર સહી કરતા પહેલા જ બાજી પલટી મારી. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ 1 સીટ પર હારી ગઈ.

ઉમિયા માતાનાં દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવા નીકળ્યો હતો.

સમગ્ર મામલો બે ટિકિટ ન મળવા પરથી ઉઠ્યો

સુરતમાં PAAS દ્વારા બે ટિકિટની માગણી કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસે એક જ ટિકિટ આપી હતી. એક ટિકિટ પર ધાર્મિક માલવિયાએ દાવેદારી નોંધાવવાની હતી. પરંતુ બે ટિકિટ ન મળતા ધાર્મિકે દાવેદારી પરત ખેંચી લીધી છે. અને PAAS દ્વારા વિરોધનો મોરચો ખોલી દેવાયો છે.

હાર્દિક પટેલને અમે એકલો નહિ છોડીએ
તો કોંગ્રેસના નેતાઓને અલ્પેશ કથીરિયાએ ખુલ્લો પડકાર આપ્યો છે કે, કોંગ્રેસના નેતા સુરત આવીને બતાવે. સુરતના નેતાઓનો કોંગ્રેસમાં વિરોધ કરાશે. કોંગ્રેસના બે ફાડિયા પડશે. હાર્દિક પેટલને અમે પાસમાં ગણીએ છીએ. હાર્દિકને અમે એકલો નથી છોડ્યો. હાર્દિકને ક્યારેય અકલો નહીં છોડીએ. સમય વીતિ ગયા પછી હવે વાતચીતનો કોઈ અર્થ નથી.

Image result for અલ્પેશ કથીરિયા

સુરત પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, કોંગ્રેસને હરાવવા માટે અમે તમામ પ્રયાસો કરીશું કારણકે કોંગ્રેસ દ્વારા જે ટિકિટો આપવા માટેનું વચન આપવામાં આવ્યું તે પાણ્યું નથી અને તેના કારણે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે. આ રોષનું પરિણામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય કરાવીને આપીશું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317