સુરત : SMCમાં AAPની ભવ્ય જીતને વધાવવા પહોંચ્યા કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં..

1352
Published on: 3:46 pm, Fri, 26 February 21
સુરત અરવિંદ કેજરીવાલ
  • સુરતમાં CM અરવિંદ કેજરીવાલનો ભાજપ પર આક્ષેપ
  • ભાજપના લોકો AAPના 27 કોર્પોરેટરોનો સંપર્ક કરશે: કેજરીવાલ
  • ભાજપના લોકો તમને તોડવાની યોજના બનાવી રહ્યાં છે: કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતના મહેમાન બન્યા હતા.  સવારે 8 વાગે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કાર્યકરોનું અભિવાદન કર્યુ હતુ એટલું જ નહીં પણ રોડ શો યોજાયો હતો અને AAPના ધારાસભ્યોને તેમણે સંપર્ક પણ કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આમઆદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર સાથે બેઠક કરી.

બપોરે સર્કિટ હાઉસ ખાતે આપના  કાર્યકરો અને આગેવાનો સાથે પણ તેઓ મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગે રોડ-શોમાં ભાગ લેશે. વરાછા માનગઢ ચોક થી રોડ-શો શરૂ થશે. તેમજ યોગી ચોક, પુણા , કારગીલ ચોક અને સરથાણા વિસ્તારમાં રોડ શો યોજાશે. ત્યારબાદ સાંજે રોડ-શો બાદ સરથાણામાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાને યોજાશે. સાંજે 7:00 વાગ્યે સુરત એરપોર્યથી દિલ્લી જવા રવાના થશે.

સુરતમાં CM અરવિંદ કેજરીવાલે ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા કે, ભાજપના લોકો AAPના 27 કોર્પોરેટરોનો સંપર્ક કરશે. ભાજપના લોકો તમને તોડવાની યોજના બનાવી રહ્યાં છે. AAPમાંથી કોઇ ભાજપમાં ગયા તો આપણે સાંભળવુ પડશે. કોઇ તૂટીને જશે તો BJPવાળા કહેશે આ પણ એવા જ નીકળ્યા.

 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત એરપોર્ટ પર પહોંચતા મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલનું દબદબાભેર સ્વાગત સુરત એરપોર્ટ ખાતે નવા ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું.

નેતા બન્યા બાદ તમારો સ્વભાવ ન બદલાવવો જોઇએ

AAPના નવનિયુક્ત 27 કોર્પોરેટરો સાથે સંવાદ દરમિયાન નિવેદન આપ્યુ હતુ કે, CM કેજરીવાલનો સંગઠન મંત્રી સોરઠિયાના ઘરે સંવાદ કાર્યક્રમ તમને મત એટલા માટે મળ્યો છે કે તમે જનતાની વચ્ચે રહો. નેતા બન્યા બાદ તમારો સ્વભાવ ન બદલાવવો જોઇએ. જનતા તમારી પાસે આવે તો દુર્વ્યવહાર ન કરવો. જનતા પોતાનું અપમાન સહન નથી કરતી. મોટા-નાના,અમીર-ગરીબ તમામ સાથે સમાન વર્તન કરજો.

એરપોર્ટ ખાતે પ્રદેશ-પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કેજરીવાલનું સ્વાગત કર્યું.

હું તમારી પાસેથી ખૂબ ઉર્જા લઇને દિલ્હી પરત જઇ રહ્યો છું

રાત્રે 1 વાગ્યે પણ લોકો તમારી પાસે આવે તો પણ મદદ કરજો. AAP પોતાના કામના આધારે દેશમાં પ્રચાર કરી રહી છે. હવે તમારા 27 લોકોના કામથી ગુજરાતમાં પ્રચાર કરશે. સુરત મનપામાં સત્તા પક્ષને એક પણ ખોટુ કામ ન કરવા દેતા. હું તમારી પાસેથી ખૂબ ઉર્જા લઇને દિલ્હી પરત જઇ રહ્યો છું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે 81 ન.પા, 31 જિલ્લા પંચાયત, 231 તા.પંચાયતની ચૂંટણી છે. આજે સાંજે 5 વાગ્યાથી રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર બંધ કરશે. આચારસંહિતાને પગલે સાંજે 5 વાગ્યા બાદ જોરશોર વાળા પ્રચાર બંધ થઈ જશે. ઉમેદવારો સાંજ બાદ માત્ર ડોર ટૂ ડોર પ્રચાર જ કરી શકશે. 28 ફેબ્રુઆરીએ સવારે 7  ચૂંટણી મતદાન વાગ્યે થશે.

સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલે આપના હોદ્દેદારો સાથે બેઠક કરી.

એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કરે એની ખાસ તકેદારી રાખવા સૂચન
સુરતની મુલાકાતે આવેલા આમઆદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે આપના વિજય થયેલા કોર્પોરેટર તેમજ જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે એની વિસ્તૃત ચર્ચા કરી હતી.

કેજરીવાલનો આ કાર્યક્રમ રહેશે
એરપોર્ટથી સર્કિટ હાઉસમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજાશે. બપોરે 3:00 વાગે સુરતના (વરાછા)મિનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. રોડ શોની શરૂઆત મિનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પઅંજલિ આપી હીરાબાગ, રચના સર્કલ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતિ અને જનસભા સંબોઘન કરશે. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નીકળી જશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317