સુરત : મોટા વરાછાના વોર્ડ નંબર-2 વેલંજા ગામે PAAS અને BTPના કાર્યકરો વચ્ચે બબાલ, 5 યુવકોને માર મરાયો..

2506
સુરત ગુજરાત
  • સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે બબાલ
  • PAAS-BTPના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ
  • PASS કાર્યકરોના ટોળા સાથે આવેલા અલ્પેશ કથીરિયાનો BTP કાર્યકરોએ વીડિયો ઉતારતા બાબલ થયેલી
  • વેલંજાની શાળામા મતદાન પ્રક્રિયા દરમિયાન બબાલને થતા જિલ્લા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

સુરત શહેરના હદ વિસ્તરણ બાદ વેલંજા સહિતના આજુ બાજુના ગામોનો સુરત મહાનગર પાલિકામા સમાવેશ થયા બાદની મહાનગર પાલિકાની પ્રથમ ચુંટણી દરમિયાન મોટા વરાછાના વોર્ડ નંબર-૨ વેલંજા ગામે મતદાન પક્રિયા દરમિયાન મતદાન મથક આગળ અલ્પેશ કથિરીયા સાથે આવેલા PAAS અને BTP ના કાર્યકરો વચ્ચે થયેલી બબાલમાં PAAS ના કાર્યકરોએ BTP ના કાર્યકરોને માર મારવા ૫ ને હોસ્પિટલ ભેગા કરાયા જયારે એક ફોર વ્હીલર ગાડીમાં તોડ ફોડ કરતા પોલીસ દોડતી થઈ હતી.પાસના આગેવાનો સામે એટ્રોસિટી સહિત ઘાડ અને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે બબાલ થઈ હતી. પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારીમાં સામેલ હોવાની વાત સામે આવી છે. PAAS-BTPના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. PAASના કાર્યકરોએ ગાડીમાં તડફોડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે. તો સાથે BTPના ચૂંટણી એજન્ટોને માર માર્યો હોવાની પણ વાત છે.

મારા મારીમાં કારના કાચ તોડી નાખવામાં આવ્યાં હતાં.

સુરતના મોટા વરાછાના વોર્ડ નં-2માં બબાલ થઈ હતી. જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારી સામેલ હોવાના આક્ષેપ લાગ્યા છે. વાઈરલ થેયલા વીડિયોમાં PAAS નેતા અલ્પેશ કથિરીયા દેખાયા છે. 5 ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વીડિયોના મુદ્દે બબાલ થઈ
સુરત મહાનગર પાલિકાનું હદ વિસ્તરણ થયા બાદ કામરેજ તાલુકાના વેલંજા ગામને પણ મહાનગર પાલિકામાં સમાવી લેતા વેલંજા ગામ મોટા વરાછા ના વોર્ડ નંબર-૨ મા આવતું હોય ત્યારે મહાનગર પાલિકાની પહેલી ચુંટણી છે જેમાં ગામડાઓમાં પણ મતદાન થતા વેલંજા ગામે પ્રાથમીક શાળાના બુથ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા કામરેજ પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.મતદાન પ્રક્રિયા દમિયાન અલ્પેશ કથિરીયા PAAS ના કાર્યકરોના ટોળા સાથે વેલંજા ગામ પ્રાથમીક શાળા મતદાન મથક ખાતે આવતા અહીં મારુતી વાન ફોર વ્હીલ કાર નંબર GJ-05, CP-5651 મા બેઠેલા BTPના કાર્યકરો અલ્પેશ કથીરિયા અને PAAS ના કાર્યકરોનો મોબાઈલમાં વીડિયો ઉતારતા હોય, તેમને જોઈને અલ્પેશ કથીરિયા અને કાર્યકરોએ મારુતિવાન નજીક જઈ વીડિયો કેમ ઉતારો છે, અને તમે કોણ છે, તેમ કહેતા થયેલી બોલાચાલી બાદ PAASના 10થી વધુ કાર્યકરોએ BTP ના કાર્યકરોને માર મારતા બબાલ થઈ હતી.

પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો

સુરતના વોર્ડ-નં 2માં અલ્પેશ કથિરીયા અને તેના સમર્થકો પહોંચ્યા હતા. જ્યાં એક કારમાં બેસેલા વ્યક્તિ દ્વારા વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો. જેને જોઈ અલ્પેશ કથિરીયાએ તેની પાસે પહોંચી પૂછ્યું કે, કોણ છો તમે, કારમાં બેસેલા વ્યક્તિએ કહ્યું કે, તું કોણ છે. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, તુંકારો કેમ આપે છે. જે બાબતે બંને વિરુદ્ધ બોલાચાલી થઈ હતી. કારમાં બેસેલા વ્યક્તિએ કહ્યું કે, છોટુભાઈ વસાવાને ઓળખે છે

5 કાર્યકરોને માર મરાયો
BTPના કાર્યકરોની મારુતી વાનને નુકસાન કરવા સાથે 5 કાર્યકરોને ઢોર માર મરાતા સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. PAAS અને BTP ના કાર્યકરો વચ્ચે મતદાન સમયે બુથ નજીક થયેલી બબાલ ને લઈને જિલ્લા પોલીસ વડા ઉષા રાડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.

કામરેજ પોલીસે અલ્પેશ સહિત PAAS ના કાર્યકરો સામે ગુનો
અલ્પેશ અને PAAS ના કાર્યકરોએ BTP ના કાર્યકરોને માર મારવા સાથે ફોરવ્હીલર ગાડીને નુકસાની પહોચાડવાની ઘટનામાં કામરેજ પોલીસે મોડી સાંજે અલ્પેશ સહિત PAAS ના કાર્યકરો વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોધાયો છે. જયારે BTP ના કાર્યકરો ને માર મારવાની ઘટનાએ વેલંજા ગામે આદિવાસી સમાજના યુવાનો અને BTP ના કાર્યકરો મોટી સંખ્યામાં ધસી આવતા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317