ગુજરાત માં AAP એ આટલી બેઠકો જીતી કરી ગામડાઓમાં એન્ટ્રી,જીતી આટલી બેઠકો,જાણો

2059
ગુજરાત માં AAP

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પરિણામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહાનગર પાલિકાની માફક કોંગ્રેસ પાછળ છે. ત્યારે ગુજરાતમાં સુરતના માર્ગેથી રાજનીતિમાં પોતાની એન્ટ્રી મારનાર આમ આદમી પાર્ટી પણ પોતાનું અસ્તિત્વ જમાવી રહી છે. જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં અનેક જગ્યાએ AAPના ઉમેદવાર જીતી રહ્યા છે. ત્યારે અહીં જુઓ સમગ્ર રાજ્યમાં કઇ બેઠક પર કયા પક્ષનો દબદબો જળવાઇ રહ્યો છે….

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. 2015માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે ગઇકાલે કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર પર હતી.હવે જિલ્લા, તાલુકા અને પાલિકા ચૂંટણીઓના પરિણામમાં પણ આમ આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે.આપ પાર્ટી ગુજરાત માં 42 સીટો જીતવામાં સફળ રહી છે.

અમને 5 વર્ષ આપો, તમે આમના 25 વર્ષ ભૂલી જશોઃ અરવિંદ કેજરીવાલે સુરતમાં લોકોને  કહ્યું

ઉલ્લેખનીય છે કે,દિલ્હીના CM કેજરીવાલ ના નેતૃત્વમાં અને તેણે કરેલા કામો ઉપર પ્રથમ વખત આપ ગુજરાત માં ચૂંટણી લડી રહી હતી.તેમાં પણ ગુજરાત આપ ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એ શહેરો તેમજ ગામડાઓમાં સતત રાત દિવસ પ્રવાસ કરીને સુરત મહાનગરપાલિકા બાદ આમ આદમી પાર્ટીની ગામડાઓમાં એંટ્રી કરાવી છે. તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં આપના 42 ઉમેદવારોની જીત થઈ છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી જિલ્લા પંચાયતોમાં 304, નગરપાલિકાઓમાં 726 અને તાલુકા પંચાયતોમાં 1067 એમ મળી કુલ 2097 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જેમાંથી 42 ઉમેદવારોની જીત થઈ છે.

81 નગરપાલિકાઓની 2720 બેઠક માટે મતગણતરી

આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મહાપરિણામ સામે આવશે. આજ સવારે 9 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઇ હતી. જેમાં 81 નગરપાલિકાઓની 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતોની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની મતગણતરી થશે. 25 જિલ્લાની અને 117 તાલુકાની જ્યારે નગરપાલિકાઓની 95 બેઠકો બિનહરીફ થઇ છે. રાજ્યની કુલ 8474 બેઠકો પર 22,200થી વધુ ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે. આ ચૂંટણીમાં BJP, Congress, AAP, BSP અને AIMIM સહિતના પક્ષ મેદાનમાં છે. ત્યારે આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઇ રહી છે.

Gopal Italia thus appointed Gujarat State President of Aam Aadmi Party -  The Thinkera

ગુજરાત માં ગઈકાલે જાહેર થયેલા પરિણામ માં જોવી તો,તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના કુલ 31 ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપના બે ઉમેદવારની જીત થઈ છે. તો પાલિકાની વાત કરવામાં આવે તો 81 નગરપાલિકામાં આપના 9 ઉમેદવારની જીત થઈ છે.હવે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટી વિધાનસભા ની ચૂંટણી માં કેવો દેખાવ કરશે,શું તે ગુજરાત માં ત્રીજો વિકલ્પ બનીને જનતા ના પ્રશ્નોનું નિરાકરણ કરશે.

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એ ટ્વીટર પર ટ્વીટ કરીને જીત નો શ્રેય કેજરીવાલ ને આપ્યો છે.તેમણે લખ્યું છે કે,ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જીતનો શ્રેય શ્રી અરવિંદ કેજરીવાલના સંઘર્ષને જાય છે.તેમના સંઘર્ષને કારણે આજે ગુજરાતને આપ નામનું મંચ મળી ગયું છે. મારા જેવા લાખો યુવાનોને તે પ્લેટફોર્મ્સ પર આગળ વધવા, દોરી જવાની અને કંઈક સારું કરવાની તક મળી છે.

તો બીજી તરફ સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળના ગઢ કે, જ્યાંથી તેઓ મતદાન કરે છે તે મત વિસ્તાર અલંગમાં આમ આદમી પાર્ટી નો ઉદય થયો છે.જિલ્લામાં એક માત્ર અલંગ બેઠક પર લાલુબેન ચૌહાણ ૪૨૪૨ મતો સાથે વિજેતા થયા હતા. તાલુકામાં ભાજપને પાંચ,કોંગ્રેસ ને બે અને એક આપ ને મળી હતી.

અગાઉ સુરત મહાનગરપાલિકામાં AAPના ઝાડૂથી કૉંગ્રેસના સૂપડા થઈ ગયા હતા. સુરત મનપામાં AAPના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. જ્યારે કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી. ત્યારે હવે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આપની એંટ્રી થઈ છે.

Arvind Kejriwal Leads Road Show in Surat, Eyes 2022 Gujarat Assembly Polls

નોંધનીય છે કે, વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય મેળવ્યો છે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો છે. જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે.31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે અને શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317