મોંઘવારીનો માર : દૂધ બાદ હવે LPG ઘરેલું ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો, ફટાફટ ચેક કરો નવા ભાવ..

617
Published on: 3:52 pm, Thu, 1 July 21
  • ફરી એક વાર મહિનાની શરૂઆતમાં વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ
  • જાણો કેટલા રૂપિયાનો થયો વધારો
  • જનતાને મોટો આંચકો, 25.50 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર
  • પેટ્રોલ ડીઝલ બાદ ગેસના ભાવ વધારાએ મચાવ્યો હાહાકાર
  • અમદાવાદમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત વધીને 841.50 રૂપિયા થઈ

વધતી મોંઘવારીનાં આ યુગમાં સામાન્ય માણસને બીજો મોટો ઝટકો મળ્યો છે. એલપીજીના ભાવ આજથી (01 જુલાઈ 2021) વધ્યા છે. સરકારી તેલ કંપનીઓએ ઘરે વપરાયેલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ 25.50 નો વધારો કર્યો છે. આ સાથે રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય આજથી 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ કોલકાતામાં 861 રૂપિયા, મુંબઇમાં 834.5 રૂપિયા અને કોલકાતામાં 850 રૂપિયા પર પહોંચી ગયો છે.

LPG price cut by Rs 10 per cylinder - Business News

જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દરરોજ વધતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો માં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીએ ઘરેલુ રાંધણ ગેસ પર 25.50 રૂપિયાનો વધારો કરી દીધો છે. બીજી તરફ, કોમર્શિયલ સિલિન્ડર ની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

આ વર્ષે ગેસ-સિલિન્ડરમાં 138.50 રૂપિયા વધ્યા
દિલ્હીમાં આ વર્ષે 1 જાન્યુઆરીએ LPG સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો. 1 જુલાઈના રોજ આ કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે, એટલે કે આ વર્ષે 138.50 રૂપિયા ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 4 ફેબ્રુઆરીએ ભાવ વધારીને સિલિન્ડરદીઠ 719 રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીના રોજ ભાવ 769 અને 25 ફેબ્રુઆરીએ 794 રૂપિયા કરવામાં આવ્યા હતા. 1 માર્ચે સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી. એપ્રિલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે જુલાઈમાં ભાવ 834.50 રૂપિયા કરવામાં આવ્યો છે.

Cooking gas price up by Rs 2.08, non-subsidised rate hiked by Rs 42.50 per  cylinder

પહેલા 2 મહિનામાં કોઈ ભાવ વધારો કરાયો ન હતો
મે અને જૂન મહિનામાં ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. આજે દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 834 રૂપિયા થયો છે. ફેબ્રુઆરીમાં એક જ મહિનામાં 100 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો.

છેલ્લાં 7 વર્ષમાં ગેસ-સિલિન્ડરની કિંમત બમણી થઈ
છેલ્લાં 7 વર્ષમાં ઘરેલુ ગેસ-સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બમણી થઈને 834.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી, જે હવે 834.50 રૂપિયા છે.

GST impact: Your cooking gas just got costlier by Rs 32 per cylinder |  Business Standard News

આ વર્ષે જાન્યુઆરીમાં રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી હતી. 15 ફેબ્રુઆરીએ ફરી એક વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, જે પછી તે 769 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પછી, 25 ફેબ્રુઆરીએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો થયો, ત્યારબાદ ભાવ 794 રૂપિયા પર પહોંચી ગયા. માર્ચ મહિનામાં વધારા બાદ ભાવ સિલિન્ડરના રૂ .819 પર પહોંચી ગયા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317