ખેડૂતો માટે આવી ખુશખબરી/ રાજ્યમાં મગફળી બાદ હવે આ પાકની પણ થશે ટેકાના ભાવે ખરીદી,

864
Published on: 7:02 pm, Wed, 7 October 20

ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

મગફળી બાદ હવે રાજ્યમાં ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકા ભાવથી ખરીદી થવાની છે. ત્યારે આ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે હાથ ધરાશે.ડાંગર,મકાઈ અને બાજરીનું 1 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશનની પ્રકિયા હાથ ધરાશે. જ્યારે 16 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ટેકા ભાવે ખરીદી કરાશે. તો મગ, અડદ અને સોયાબીનનું 12 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાશે. જે બાદ 2 નવેમ્બરથી 30 જાન્યુઆરી 2021 સુધી થશે ટેકાના ભાવે ખરીદી કરાશે.

રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને આગામી તા.૨૧મી ઓક્ટોબર ૨૦૨૦થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રી ફળદુએ મીડિયાને વિગતો આપતાં કહ્યુ કે આજે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને  મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા માટે તા.૧લી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને ૨૦ દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. ત્યારબાદ તા.૨૧મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં ૯૦ દિવસ સુધી ચાલશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. એ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે.

મંત્રી ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે એ માટે હર હંમેશની જેમ સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. જે ખેડૂતોના ઊભા પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે એમને SDRFના ધોરણે સહાય કરવાનો અમારી સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સર્વેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે. અંદાજે રાજ્યમાં ૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂર જણાય તો ખેડૂતોના હિત માટે સર્વેની કામગીરી લંબાવવામાં પણ આવશે.

આજે ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન ની શરૂવાત કરવામાં આવી છે. જો કે જિલ્લા એ.પી.એમ.સી. માં મગફળી રજિસ્ટ્રેશન કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોનો સવાર થી થયો ઘસારો થયો હતો. બોટાદમાં ખેડૂતોના કહ્યા મુજબ સવારે 7 વાગ્યા થી અત્યાર સુધી માં 400 થી 500 જેટલા ખેડૂતો આવી આવી પરત ગયા છે. મોટા ભાગ ના ખેડૂતો સવાર ના 7 વાગ્યા થી વારા માં બેઠા છે, પણ એક કોમ્પ્યુટર હોવાના કારણે 10 કલાક બાદ માત્ર 7 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેને લઈ કલાકો બાદ પણ વારો નહિ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ