અમદાવાદ : નારણપુરામાં આવેલી ફરસાણની દુકાનમાં આગનો બનાવ, ફાયરબ્રિગેડની ટીમે 8 લોકોના રેસ્કયું કરાયાં..

401
Published on: 7:18 pm, Wed, 3 February 21
અમદાવાદ આગ
  • અમદાવાદના નારણપુરામાં ફરસાણની દુકાનમાં આગ
  • ફરસાણની દુકાનમાં આગ લાગતા બાજુની દુકાનોમાં આગ પ્રસરી
  • આગમાં 8 લોકોના રેસ્ક્યુ કરાયા

પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્ય હતો. ફરસાણની દુકાનમાં આગ લાગતા આગ બાજુની દુકાનોમાં પ્રસરેલી જોવા મળી હતી.

અમદાવાદ: મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં લાગી ભીષણ આગ, આઠ લોકોને બચાવાયા

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પર સ્થિત એક કોમ્પલેક્સમાં સમોસાની દુકાનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ હોલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આગની ઘટનામાં કોઈ જાનહાની થવાના સમાચારો મળ્યાં નથી. ફાયર બ્રિગેડની ટીમે ફસાઈ ગયેલા આઠ લોકોને રેસ્ક્યૂ કર્યાં હતાં. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિંટને લીધે આગ લાગી હતી.

મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં આગ લાગી હતી

કોમ્પલેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાંક હોવાથી લોકોમાં ભય ફેલાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાઈફ કેર હોસ્પિટલની બાજુના એક કોમ્પલેક્સમાં સ્થિત મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ હોલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આગ પર કાબુ પણ મેળવી લીધો હતો. કોમ્પલેક્સમાં નીચે દુકાનો અને ઉપર રહેણાંક હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.

15 દિવસ પહેલાં સરસપુરના આંબેડકર હોલમાં ભીષણ આગ લાગી હતી
અમદાવાદમાં 15 દિવસ પહેલાં સરસપુરના ડો.બાબાસાહેબ આંબેડકર હોલમાં રિનોવેશન દરમિયાન વેલ્ડિંગ કરતાં જરેલા તણખાથી મોટી આગ લાગતાં લાખોનું નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. લાકડા અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં આગ ફેલાતાં હોલમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા. હોલમાં રિનોવેશનનું કામ કરી રહેલા કારીગરોએ ભાગદોડ મચાવી હતી. 10થી વધુ ફાયર ફાઇટરે ગણતરીના કલાકમાં આગ કાબૂમાં લીધી હતી.

આંબેડકર હોલમાં રિનોવેશન દરમિયાન વેલ્ડિંગ કરતાં ઊડેલા તણખાથી આગ લાગી હતી.

ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરનું નિવેદન

ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા જણાવામાં આવ્યું કે આ આગમાં કુલ 8 લોકોના રેસક્યું કરવામાં આવ્યાં  છે. જેમાં 4 પુરુષ અને 4 મહીલાઓ હતી. જો કે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. કોઇપણને ઇજા પણ પહોંચી નથી. આગ પર સંપૂર્ણરીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આઠ લોકોને બચાવાયા

અમદાવાદનાં ચીફ ફાયર ઓફિસર, રાજેસ ભટ્ટનાં જણાવ્યાં પ્રમાણે, ત્રણ દુકાનો એકસાથે છે તેમાં આગ લાગી છે. શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. નીચે દુકાનો છે અને ઉપર રેસિડન્સ હતા. દુકાનની ઉપર ચાર મહિલા અને ચાર પુરુષ ફસાયા હતા, આ 8 લોકોને સહી સલામત બહાર લાવવામાં આવ્યા છે.

જેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. આ આગ અંગે ફાયર બ્રિગેડનું માનવું છે કે, દુકાનની ઉપર, ઘર અને દુકાનમાં જવાનો એક જ રસ્તો ઘરમાં હોવું તે મોટી બેદરકારી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ