મહારાષ્ટ્ર : ભંડારા જિલ્લામાં હૉસ્પિટલમાં ભીષણ આગ, 10 નવજાતનાં મોત, આગ જોઈ સુરત નો તક્ષશિલા અગ્નિકાંડ યાદ આવ્યો

652
Published on: 3:48 pm, Sat, 9 January 21
ભંડારા જિલ્લા મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં શનિવારે સવારે આગ લાગવાથી 10 નવજાતનાં મોત થયાં છે. ઘટના સિક ન્યૂબોર્ન કેર યુનિટ(SNCU)માં બની હતી. પ્રારંભિક રીતે આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસનને જવાબદાર ગણવામાં આવે છે. વોર્ડમાં 17 બાળક હતાં, એમાંથી 7 બાળકને બચાવી લેવાયાં છે.

હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રમોદ ખંડાતેના જણાવ્યા પ્રમાણે, મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી. ન્યૂબોર્ન યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. નર્સે દરવાજો ખોલી જોયું કે વોર્ડમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેણે તરત જ સિનિયર ડોક્ટર્સને જાણ કરી. કર્મચારીઓએ બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું, પણ ત્યાં સુધીમાં 10 માસૂમ દમ તોડી ચૂક્યા હતા. 7 બાળકને બચાવી લેવાયાં છે. તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

આ તસવીર એ વોર્ડની છે, જ્યાં 10 બાળકનાં મોત થયાં છે. આગનાં નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.

હોસ્પિટલની બેદરકારીના પુરાવા

ડ્યૂટી પર હાજર નર્સે કહ્યું, રાતે 2 વાગ્યે સિક ન્યૂબોર્ન કેર યુનિટનો દરવાજો ખોલવામાં આવ્યો તો ત્યાં ધુમાડો હતો. આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ પહેલાં ત્યાં કોઈ સ્ટાફ ન હતો.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, અમુક બાળકોનાં શરીર કાળાં પડી ગયાં હતાં, જેનો અર્થ એવો છે કે આગ પહેલાં જ લાગી ચૂકી હતી, સ્ટાફને આની ખબર જ નહોતી પડી.

સિક ન્યૂબોર્ન કેર યુનિટમાં રાતે એક ડોક્ટર અને 4થી 5 નર્સની ડ્યૂટી હોય છે. ઘટના વખતે આ લોકો ક્યાં હતા?

આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની તપાસનો નિયમ છે. પછી આગ કેવી રીતે લાગી ગઈ?

અમુક પરિવારજનોનો આરોપ છે કે તેમને 10 દિવસથી બાળકોને મળવા દેવાયાં નથી. નિયમ પ્રમાણે, બાળકની માતા ફીડિંગ કરાવવા માટે ત્યાં જઈ શકે છે.

વોર્ડમાં સ્મોક ડિટેક્ટર કેમ નહોતું લગાવાયું? આનાથી આગ લાગવાની માહિતી પહેલાં જ મળી જતી અને બાળકોના જીવ બચી જાત.

ઘટના પછી હોસ્પિટલમાં પહોંચેલા દર્દીનાં પરિવારજનો.

પરંતુ તે 10 શિશુઓનો જીવ ન બચાવી શક્યા

મંત્રીએ કહ્યું ડ્યૂટી પર હાજર ચિકિત્સાકર્મીઓએ નવજાત સઘન દેખરેખ યુનિટની બારીઓ અને દરવાજા ખોલી દીધા અને શિશુઓની સાથે રહેલા વોર્ડમાં ટ્રાન્સફર કરી દીધા. પરંતુ તે 10 શિશુઓનો જીવ ન બચાવી શક્યા.

જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે મૃત દેહોના અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે. વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે આ ઘટનામાંથી બોધપાઠ લઈ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પ્રયાસો કરીશું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ટ્વીટ

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હૉસ્પિટલમાં આગનો બનાવ ખૂબ કમનસીબ છે. આ ઘટનાથી આઘાત લાગ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન મૃતકોનાં પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત આપે.

વોર્ડમાં કુલ 17 બાળક દાખલ હતાં
આ વોર્ડમાં અંદાજે 17 બાળક હતાં. અહીં નાજુક પરિસ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌપ્રથમ એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો હતો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી હતી. આની સાથે જ ફાયરકર્મીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટના સર્જાયા બાદ હોસ્પિટલની બહાર ભીડ એકત્ર થઈ ગઈ છે. લોકોનો આક્ષેપ છે કે, ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ