મોટી બેદરકારી : પોલિયો ડ્રોપને બદલે બાળકોને પીવડાવી દીધું સેનિટાઇઝર, 12 બાળકો હોસ્પિટલમાં એડમિટ..

933
Published on: 4:11 pm, Tue, 2 February 21
ઘોર બેદરકારી

દેશભરમાં પોલિયોનાં ટીપાં ખવડાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મહારાષ્ટ્રના યવતમાલમાં આવા બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેની સાંભળીને તમારા રુવાંટા ઉભા થઇ જશે.. યવતમાલની સરકારી હોસ્પિટલમાં ડૉકટરો, આરોગ્ય કર્મચારીઓની બેદરકારીને લીધે, 12 બાળકોને પોલિયો ડ્રોપને બદલે સેનિટાઇઝર આપવામાં આવ્યું હતું. બાળકોની હાલત વધુ ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અહેવાલો અનુસાર આ તમામ બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી છે. આ ચોંકાવનારી ઘટના યવતમાલ જિલ્લાના ઘટંજીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બહાર આવી છે. શરૂઆતમાં બાળકોને ઉલટી થવાની શરૂઆત થઈ, ત્યારબાદ તેમની હાલત કથળી હતી.

Maharashtra horror: 12 kids given hand sanitiser instead of polio drops,  hospitalised

આ ઘટના બાદ વહીવટી તંત્રએ તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરોને સસ્પેન્ડ કરી દીધા છે. યવતમાલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સીઈઓ શ્રી કૃષ્ણ પંચાલે આ ઘટનાની જાણકારી આપી છે.આ પહેલા મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં પણ બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યુનિટમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. અહેવાલો અનુસાર, હોસ્પિટલના કેર યુનિટમાં ધૂમાડો જોયા પછી, જ્યારે નર્સે વોર્ડનો દરવાજો ખોલ્યો, ત્યારે જોરદાર આગ જોઇ હતી. પછી નર્સે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડ હોસ્પિટલના લોકોની મદદથી સ્થળ પર પહોંચી ગઇ હતી, બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વોર્ડમાં હાજર 17 માંથી 7 બાળકોનો બચાવ થયો હતો.

બાળકોની તબિયત થઇ ખરાબ
આ ઘટના રવિવારની છે. બીજા દિવસે સોમવારે જ્યારે પોલીયા અભિયાન ટીમને જણાવવામાં આવ્યું ત્યારે તેઓને તેમની ભૂલનો અહેસાસ થયો. બાદમાં તેઓએ બીજી વાર પોલિયોની દવા આપી. બીમાર પડી ગયેલા 12 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Polio vaccine for 64 lakh kids in Karnataka on Sunday | The News Minute

સ્ટાફને ટ્રેનીંગ આપવામાં આવી હતી કે નહીં?
જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે કહ્યું કે, “આ એક મોટી બેદરકારી છે. પોલિયો રસીની બોટલ પર વાયરલ મોનિટર વાલા ચોરસ બનેલા હોય છે. તેનો અલગ રંગ પણ હોય છે. આ બેદરકારી કઈ રીતે થઇ ગઈ એની તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે બાળકોને પોલીયો પીવડાવવાવાળા સ્ટાફને ટ્રેનીંગમ આપવામાં આવી હતી કે નહીં? ‘

તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે

યવતમાલ જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે જણાવ્યું કે 5 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો પોલિયોના ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝરના 2 ડ્રોપ આપી દીધા. બાળકોને ઉલ્ટી અને બેચેનીની ફરિયાદ કરી. તેમણે જણાવ્યું કે જે બાળકોને સેનેટાઈઝરના ડ્રોપ આપવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે. તેમના પર નજર રખાઈ રહી છે.

Polio drops to children below 5 yrs from mar 10

 3 સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

તેમણે કહ્યું કે પ્રારંભિક સૂચના મુજબ ઘટના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર એક ડોક્ટર, એક આંગણવાડી મહિલા અને એક આશા વર્કર હાજર હતા. તપાસ શરુ કરવામાં આવી છે અને 3 સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ