સુરત : AAPમાં જોડાયેલા મહેશ સવાણીને શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ કોના ઈશારે દબાણ ખાતાએ ઉઠાવી લીધા ?

10316
Published on: 6:42 pm, Mon, 28 June 21

વરાછા વિસ્તારમાં પાલિકાની ટીમે નિયમનો ભંગ કરતાં બેનર હટાવ્યાં

સુરત આમ આદમી પાર્ટીમાં મોટા પાટીદાર ઉધોગપતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી જેનો આવતી કાલે અંત આવ્યો હતો અને પાટીદાર ઉધોગપતિ એવા મહેશ સવાણી એ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.

સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સર્કીટ હાઉસમાં મુલાકાત કરી હતી અને ત્યારબાદ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

પાલિકાએ અલગ અલગ વિસ્તારમાં લાગેલા બોર્ડ કબ્જે કર્યાં હતાં.

સુરતમાં આમ આદમી પાર્ટીનું રાજકીય વધતું જાય છે. આપમાં રાજકીય કાર્યકરોથી લઈને સમાજસેવો અને ઉદ્યોગપતિ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે સામાજિક અને ઉદ્યોગક્ષેત્ર સાથે જોડાયેલા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા જ વરાછા વિસ્તારમાં તેમને શુભેચ્છા આપતા બોર્ડ લાગી ગયા હતાં. જેથી બેનર અને હોર્ડિંગ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યાં હતાં. નિયમ વિરૂદ્ધ બેનર લાગ્યા હોવાના નામે બેનર હોર્ડિંગ હટાવાયા હતાં. જેથી મહેશ સવાણીએ કહ્યું કે, ભાજપ દ્વારા કિન્નાખોરી દાખવવામાં આવી રહિ છે.

મહેશ સવાણીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, હું સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. ઘણા લોકોએ મને કહ્યું કે, તમારા પર રેડ પડશે, હેરાન કરશે. મારે સેવા કરવા બદલ જો જેલમાં જવું પડે તો પણ જવા તૈયાર છું. જયારે પણ સમાજનું કામ થતું હોય ત્યારે તેમાં રાજકરણ ન હોય પરંતુ અત્યારે સમાજના કામમાં રાજકારણ થાય છે. સાથે કહ્યું કે દિલ્હીની સરકારી સ્કુલ સુવિધાઓથી સજ્જ છે. કોરોના કાળમાં લોકો મદદ માગી રહ્યા હતા ત્યારે સરકારની જવાબદારી બને કે લોકોની સેવા કરે.

પાલિકાના અધિકારીઓ દ્વારા બેનર ઉતારવા અંગેનું કારણ અપાયું નહોતું.

મહેશ સવાણીએ જણાવ્યું કે, વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા ની સાથે જ તેમના સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવવા માટે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે બેનરો લગાડવામાં આવ્યા છે. આજે સવારે જ મને માહિતી મળી કે, કોર્પોરેશનના અધિકારીઓની ટીમ દ્વારા ફક્ત મારા બેનરો ઉતારવાનું શરૂ કરાયું છે. આમ આદમી પાર્ટીને શુભેચ્છા આપતા બેનરોમાં જ્યાં પણ મારો ફોટો છે તે બેનરો એકાએક ઉતારવાનું શરૂ કરી દેવાયું છે

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317