સુરત : સોશિયલ મીડિયામાં PM મોદી વિરૂધ્ધ ટીપ્પણી કરનાર યુવકની સુરત પોલીસે ધરપકડ કરી..

2215
Published on: 3:44 pm, Fri, 2 July 21

ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો

દેશમાં આમતો અભિવ્યક્તિની આઝાદી છે, કોઈપણ વ્યક્તિ પોતાની વાત કહી શકે છે, પરંતુ કેટલીક વખત લોકો ખોટી માહિતીઓ ઉભી કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરૂધ્ધમાં ટીપ્પણી કરનાર આરોપીને સુરત શહેર પોલીસની સાઇબર ક્રાઈમ સેલના અધિકારીઓએ ઝડપી પડ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

SURAT: PM મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરૂધ્ધમાં ટીપ્પણી કરનાર સુરતના આરોપીને સાઇબર ક્રાઈમ સેલના અધિકારીઓએ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી ફોટો પોસ્ટ કરાયો હતો. આ સાથે ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર (નાલાયક ગાળ) શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આરોપી અરવિંદ ઉર્ફે એ. કે. પટેલ વઘાસીયાની પોલીસે અટક કરી તપાસ શરૂ કરી છે.

સાઇબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અરવિંદ ઉર્ફે એ. કે. પટેલ કાનજીભાઇ વઘાસીયાએ ગત 7 માર્ચથી 19 માર્ચ અને 23 માર્ચના રોજ A K Patel નામના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે ખોટા આધાર પુરાવા બનાવી તેનો ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત  ભારતીય જનતા પાર્ટી વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી.

ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

સરકાર તરફે સાયબર ક્રાઇમમાં કલમ-469, 504, 500 મુજબનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં સંડોવાયેલ આરોપી અરવિંદ ઉર્ફે એ.કે. પટેલ કાનજીભાઇ વઘાસીયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે. જે આવા મેસેજ બનાવશે તથા આવા મેસેજ ખરાઇ કર્યા વગર સોશિયલ મીડીયા ઉપર ફોરવર્ડ કરશે તેઓ વિરૂધ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવો સંદેશો પણ આપવામાં આવ્યો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317