ભગવાનનો દરજ્જો મળ્યો : યુપી-બિહાર નહી પરંતુ આ જગ્યાએ બન્યુ સોનૂ સૂદનું મંદિર, એક્ટરને કહી દીધો ભગવાન

892
Published on: 5:52 pm, Mon, 21 December 20
સોનૂ સૂદ
કોરોના વાયરસના કારણે લૉકડાઉનમાં હજારો-લાખો પ્રવાસી મજૂરો માત્ર બેરોજગાર નથી થયા પરંતુ તેમની પાસે ઘરે જવાનો પણ કોઇ માર્ગ નહોતો રહ્યો. જ્યારે મજૂરો પગપાળા ઘરે જવા રવાના થઇ ગયા હતા ત્યારે તેમની મદદે સોનૂ સૂદ આવ્યો હતો.

કોરોના અને લૉકડાઉનની વચ્ચે સતત મદદ કરનાર સોનુ સૂદ હવે મસીહા બની ગયો છે. તેલંગાણા રાજ્યના ગામ ડુબ્બા ટાંડાના લોકોએ 47 વર્ષીય સોનુના નામ પર એક મંદિર બનાવીને તેને સન્માનિત કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ગામના લોકોએ આ મંદિર સિદ્દીપેટ જિલ્લા અધિકારીઓની મદદથી બનાવ્યું છે.

રવિવારે લોકાર્પણ થયું
મંદિરનું લોકાર્પણ 20 ડિસેમ્બરના રોજ મૂર્તિકાર તથા સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરતી પણ કરવામાં આવી હતી. પારંપરિક પોશાક પહેરેલી સ્થાનિક મહિલાઓએ લોકગીત ગાયા હતા. જિલ્લા પરિષદના સભ્ય ગિરી કોંડેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સોનુએ કોરોના દરમિયાન જનતાની વચ્ચે ઘણું જ સારું કામ કર્યું છે.

શ્રમિકોના ઘરે જવાનો જ નહી પરંતુ ખાવા-પીવાની ગોઠવણ પણ તેણે કરી હતી. હવે તે લોકોએ આભાર જતાવવા માટે સોનૂ સૂદનું મંદિર બનાવી દીધુ છે.

તેલંગણાંમાં બન્યુ મંદિર 
તેલંગણાના સિદ્દીપેટ જિલ્લાના એક ગામમાં લોકોએ અધિકારીઓની મદદથી સોનૂ સૂદના સન્માનમાં આ મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં સોનૂ સૂદની એક મૂર્તિ પણ મુકવામાં આવી છે. મંદિરને 20 ડિસેમ્બરના રોજ ખોલવામાં આવ્યું છે. પૂજા દરમિયાન મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવી હતી.

જિલ્લા પરિષદ મેમ્બર ગિરી કોંડલ રેડ્ડીએ કહ્યું કે સોનૂ સૂદે કોરોના વખતે લોકોની ભરપૂર મદદ કરી હતી અને માટે જ તેમનું સ્થાન ભગવાન જેવું છે. જેના કારણે સોનૂ સૂદનું મંદિર બનાવી દેવામાં આવ્યું છે. રેડ્ડીએ કહ્યું કે સોનુ સૂદ તેમના માટે ભગવાન જેવા છે.

સોનૂએ બનાવી જગ્યા 
સોનૂ સૂદની મૂર્તિ બનાવનાર વ્યક્તિ મધુસુદન પાલે કહ્યું કે સોનૂએ જે રીતે લોકોની મદદ કરી છે જોઇને દરેકના દિલમાં તેમની એક અલગ જગ્યા બની ગઇ છે. તેમણે તો માત્ર એક નાની મૂર્તિ બનાવી છે જે સોનૂ સૂદ માટે ભેટ છે.

મહત્વનું છે કે સોશ્યલ મિડીયા પર લોકોએ સોનૂ સૂદને ભારતરત્ન મળે તેવી માગ કરી છે.

Image

‘સોનુ અમારા માટે ભગવાન’
મંદિરની યોજના બનાવનાર સંગઠનમાં સામેલ રમેશ કુમારે કહ્યું હતું, ‘સોનુના સારા કામોને કારણે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી અમે તેમના માટે મંદિર બનાવ્યું છે. તે અમારા માટે ભગવાન છે. સોનુએ દેશના તમામ 28 રાજ્યોના લોકોની મદદ કરી છે અને માણસાઈ ભરેલા કામ માટે તેમને અવોર્ડ્સ પણ મળ્યા છે.’

વધુમાં તેમણે કહ્યું હતું, ‘સોનુએ લૉકડાઉન દરમિયાન જે રીતે લોકોની મદદ કરી છે, તેને કારણે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં સન્માન મળ્યું છે. તેમને યુનાઈટેડ નેશન તરફથી સ્પેશિયલ અવોર્ડ મળ્યો હતો. આથી અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. ભગવાનની જેમ જ, સોનુ સૂદની પૂજા કરવામાં આવશે.’

ચિરંજીવીએ સીન માટે સોનુને માર મારવાની ના પાડી
હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની નવી ઈમેજને કારણે સુપરસ્ટાર ચિરંજીવીએ ફિલ્મ ‘આચાર્ય’ના એક એક્શન સીનમાં તેને મારવાની ના પાડી દીધી હતી. સોનુએ કહ્યું હતું, ‘અમે એક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચિરંજીવી સરે કહ્યું, ફિલ્મમાં તું હોવાથી અમારા માટે સૌથી મોટી સમસ્યા છે, કારણ કે હું તને એક્શન સીનમાં મારી શકીશ નહીં. જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશે.’

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ