આત્મહત્યા : અમદાવાદ મા વૃદ્ધે પોતાને આગ લગાવી પાંચમા માળની ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો

376
અમદાવાદ ગુજરાત

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે. નગર પાસેના સમર્પણ ટાવરના પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના સમર્પણ ટાવરમાં એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પુરૂષ પહેલા પોતે સળગે છે અને પાંચમા માળેથી નીચે ઝંપલાવે છે. આ ઘટના બાદ ટાવર સહિત આખા વિસ્તારમાં ચકચાક મચી ગઇ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

વૃદ્ધના આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉં.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી પોતાને સળગાવી નીચે કૂદકો માર્યો હતો. પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

સળગી જઈને પાંચમા માળેથી ઝંપલાવ્યું

અમદાવાદના ઘાટલોડિયાના સમર્પણ ટાવરની આ ઘટના છે. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. હજુ સુધી આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સ્થાનિકોમાં એ વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે કે કોઈ આટલી ક્રૂર રીતે પોતાની જાતને કેવી રીતે  મારી શકે?

પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના સમર્પણ ટાવરમાં જયપ્રકાશ નામના વ્યક્તિએ સળગીને ટાવરના જ પાંચમા માળેથી નીચે ઝંપલાવ્યું છે. આ વ્યક્તિએ પોતાનું જીવન કેમ ટૂંકાવ્યુ તે અંગે હજી તપાસ ચાલી રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ