મેરેજ એનિવર્સિરી પર સ્પેશ્યલ ગિફ્ટ, પત્નીને ચંદ્ર પર 3 એકર જમીનની આપી ગિફ્ટ

1094
Published on: 2:53 pm, Sun, 27 December 20

અજમેર 

તમે પ્રેમમાં પડેલા કપલને જોયું હશે, જેમાં છોકરો પોતાની પ્રેમિકાને તેના માટે ચાંદ-તારા તોડીને લાવવાની વાતો કરે છે. કંઇક આવું જ રાજસ્થાન (Rajasthan)ના અજમેર (Ajmer)માં રહેતા ધર્મેન્દ્ર (Dharmendra Anija) નામના શખ્સે કર્યું છે. ધર્મેન્દ્ર પોતાની મેરેજ એનિવર્સિરી (Wedding Anniversary) પર ચાંદ (Moon) તો તોડીને ના લાવી શકયા પરંતુ પત્ની (Wife)ને ચાંદ પર ત્રણ એકર જમીન ગિફ્ટમાં આપી. ધર્મેન્દ્ર અનીજા એ કહ્યું કે તેમણે પોતાની લગ્નની આઠમી વર્ષગાંઠ પર પત્ની સપના અનીજા (Sapna Anija) માટે કંઇક ખાસ કરવા માટે ચંદ્ર પર જમીન ખરીદી છે.

તેમણે કહ્યું કે 24 ડિસેમ્બરના રોજ અમારી મેરેજ એનિવર્સિરી હતી. હું તેના માટે કંઇક ખાસ કરવા માંગતો હતો. દરેક લોકો કાર અને ઘરેણાં જેવી સાંસારિક સંપત્તિ ગિફ્ટમાં આપતા હોય છે પરંતુ હું કંઇક અલગ કરવા માંગતો હતો. આથી મેં તેના માટે ચાંદ પર જમીન ખરીદી.

Image

ધર્મેન્દ્ર અનીજએ લૂના સોસાયટી ઇન્ટરનેશનલના માધ્યમથી આ જમીન ખરીદી છે. ધર્મેન્દ્ર અનીજાએ પ્રક્રિયાને પૂરી થવામાં લગભગ એક વર્ષ લાગી ગયું. તેમણે કહ્યું કે હું ખુશ છું. મને લાગે છે કે ચંદ્રમા પર જમીન ખરદીનાર રાજસ્થાનનો હું પહેલો વ્યક્તિ છું.

મળતી જાણકારી મુજબ, આ વ્યક્તિનું નામ ધર્મેન્દ્ર અનિજા છે. તેઓએ પોતાના લગ્નની વર્ષગાંઠ પર પત્નીને ચંદ્ર પર ત્રણ એકર જમીન ભેટમાં આપી છે. બીજી તરફ, ધર્મેન્દ્રનું કહેવું છે કે તેઓએ પોતાની આઠમી લગ્ન વર્ષગાંઠ પર પોતાની પત્ની માટે કંઈક ખાસ ગિફ્ટ આપવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે અચાનક તેમણે વિચાર્યું કે ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટ કેમ ન આપવી.

સપના અનીજા એ કહ્યું કે મને વિશ્વાસ નહોતો થતો કે મારા પતિએ સ્પેશ્યલ ‘દુનિયાની બહાર’ ગિફ્ટ આપશે. સપના એ કહ્યું કે હું ખૂબ જ ખુશ છુંય આશા નહોતી કે તે મને ખાસ ગિફ્ટ આપશે. તો મેરેજ એનવર્સરી પર પાર્ટીનું આયોજન પણ કરાયું હતું.ધર્મેન્દ્રની પત્નીએ કહ્યું કે એવું લાગે છે કે અમે ખરેખર ચંદ્રમા પર છીએ. સમારંભ દરમ્યાન તેમણે મને સંપત્તિના દસ્તાવેજનું પ્રમાણ પત્ર આપ્યું.

આપને જણાવી દઇએ કે અભિનેતા શાહરૂખ ખાન અને સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતથી પ્રેરિત થઇને બોધગયાના નિવાસી નીરકુમારે પણ પોતના જન્મદિવસ પર ચંદ્રમા પર એક એકર જમીન ખરીદી હતી.

લૂનર સોસાયટી ઇન્ટરનેશનલના માધ્યમથી ત્રણ એકર જમીન ખરીદી
મળતી જાણકારી મુજબ, ધર્મેન્દ્રએ અમેરીકાના ન્યૂયોર્ક શહેરની એક ફર્મ લૂનર સોસાયટી ઇન્ટરનેશનલ (Lunar Society International)ના માધ્યમથી ત્રણ એકર જમીન ખરીદી છે. તેઓએ કહ્યું કે જમીન ખરીદ્યા બાદ પ્રક્રિયા પૂરી થવામાં લગભગ એક વર્ષ લાગી ગયું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ