શાહની પતંગબાજી : ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી ઉત્તરાયણની ઉજવણી, મોંઢે પહેર્યું હતું માસ્ક

1633
Published on: 10:16 pm, Thu, 14 January 21
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદમાં છે. શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે છે ત્યારે આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી હતી. દરમિયાન તેઓ થલતેજના મેપલ ટ્રી ફ્લેટના PME-બ્લોક ખાતે પતંગબાજી કરી હતી.

અહીં સમર્થકો અને સ્થાનિકોનો જમાવડો જોવા મળ્યો હતો. તેમણે અહીં લોકોનું અભિવાદન ઝીલી સહુનો આભાર માન્યો હતો. શાહ થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર ખાતે પણ પતંગ ચગાવવા જવા હતા પરંતુ સમયના અભાવના કારણે ગયા ન હતા.

ઉત્તરાયણ પર્વને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદમાં છે. અમદાવાદમાં અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે થલતેજના મેપલ ટ્રીના PME-બ્લોક ખાતે પતંગ ચગાવ્યો હતો. અમિત શાહને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ધાબા પર ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે છે.

અમિત શાહ ભલે દિલ્હીમાં હોય, પણ ઉત્તરાયણનો પર્વ તે પોતાના પરિવાર સાથે જ ઉજવે છે. ગત વર્ષે તેઓએ આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ, અને સરખેજ સહિત ચાર જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરી હતી.આ સાથે તેમણે પરિવાર સાથે વિશેષ પૂજા અર્ચના કરી. તેમણે હાથીને શેરડી અને ફ્રુટ ખડાવ્યાં. તેમણે ગાય માતાની પણ પૂજા કરી. અમિત શાહની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈ જગન્નાથ મંદિરમાં સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

 આ સાથે તેમણે પરિવાર સાથે વિશેષ પૂજા અર્ચના કરી. તેમણે હાથીને શેરડી અને ફ્રુટ ખડાવ્યાં. તેમણે ગાય માતાની પણ પૂજા કરી. અમિત શાહની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈ જગન્નાથ મંદિરમાં સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

અમિત શાહ થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર ખાતે પહોંચ્યા હતા. અહીં સ્થાનિકોએ તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીને જોઈ સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, અમિત શાહના પતંગ પણ કયાઈ ગયા હતા. સ્થાનિકોએ અમિત શાહ સાથે સેલ્ફી પણ ખેંચી હતી. મહિલાઓએ પણ સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ