- નેતાઓને કોરોના દંડમાં રાહત
- વિધાનસભામાં નેતાઓને દંડમાં રાહત
- માસ્ક વિના ઝડપાયા તો રૂ. 500 દંડ
- રાજ્યભરમાં ડિસેમ્બર સુધી માસ્ક ન પહેરનાર પાસેથી 114 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનો અર્થ એવો થયો કે ગુજરાત સરકારના નિયમો અને નિર્ણયો વિધાનસભાને લાગુ નથી પડતા? કારણ કે સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા બદલ રૂ.1000નો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો જો માસ્ક ન પહેરે તો માત્ર રૂ.500નો જ દંડ નક્કી કરવામાં આવ્યો છે. દંડનાં આ બેવડાં ધોરણો જોતાં વિધાનસભા ગુજરાત બહાર હોય તેમ લાગે છે.
નેતાઓને કોરોના દંડમાં રાહત આપવામાં આવી છે. વિધાનસભામાં નેતાઓને દંડમાં મોટી રાહત અપાઇ છે. વિધાનસભામાં માસ્ક વિના ઝડપાયા તો રૂપિયા 500 દંડ વસૂલવામાં આવશે. જ્યારે સામાન્ય નાગરિકો માટે માસ્કનો દંડ એક હજાર રૂપિયા છે.
પ્રજાને દંડ, પણ રાજકારણીઓને નહીં
તાજેતરમાં જ રાજ્યમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના જીતેલા ઉમેદવારો અને પદભાર સંભાળનારા લોકો હાલના સમયમાં કોરોનાના તમામ નિયમો નેવે મૂકીને પદભાર સંભાળી રહ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખો સહિતના પદાધિકારીઓ હાલમાં સત્તા મળ્યાના ઉન્માદમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તેમના સ્વાગતના કાર્યક્રમોમાં ભીડ ભેગી થઈ રહી હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ સામાન્ય જનતાને આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
સળગતા સવાલો
- સામાન્ય જનતા અને નેતાઓ માટે અલગ અલગ નિયમ કેમ?
- સામાન્ય જનતા પાસેથી વધારે રૂપિયા કેમ વસૂલાય છે?
- નેતાઓને માસ્કના દંડમાં રાહત શા માટે?
- શું માત્ર કોરોના માટે જનતા જ જવાબદાર છ?
- શું માત્ર સામાન્ય જનતાને લૂંટવા નિયમો બનાવ્યા છે?
- નેતાઓ પાસેથી વધારે દંડ વસૂલવાની જગ્યાએ ઓછો શા માટે?
- વિધાનસભા સંકુલમાં 1 હજાર રૂપિયા દંડ વસૂલવામાં શું તકલીફ પડે છે?
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317