પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારત આકરા પાણીએ, સુપ્રીમ કોર્ટે ઈમરાન સરકારને ઝાટકી, જુઓ વિડીઓ..

1310
Published on: 6:44 pm, Fri, 6 August 21
 • પાકિસ્તાનના હિદું મંદિરમાં તોડફોડ
 • હિંસાને લઈને ભારત સરકાર એકશન મોડમાં 
 • હિંદું મંદિરમાં થયેલા હુમલા મુદ્દે સરકારની ઝાટકણી કાઢી 
 • સમગ્ર મામલે સરકાર કાર્યવાહી કરે તેવા આદેશ 
 • ગણેશ મંદિરમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો
 • પાકમાં હિન્દુ યુવતીઓના અપહરણની ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ છે
 • વિદેશ મંત્રાલયે પાક હાઈ કમિશનના અધિકારીને બોલાવ્યા

પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓએ મંદિરને નિશાન બનાવ્યું છે. હાલમાં જ સામે આવેલી ઘટના પંજાબના ભોંગ શહેરની છે. અહીં ધોળા દિવસે કટ્ટરપંથીઓએ સ્થાનિક ગણેશ મંદિરને નિશાન બનાવ્યું હતું. મંદિરમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાકિસ્તાનના લઘુમતીઓને કેવી રીતે કચડી નાખવામાં આવી રહ્યા છે, તેમની ધાર્મિક સ્વતંત્રતાના લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિદું મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જે મામલે પાકિસ્તાની સુપ્રીમકોર્ટે ઈમરાન ખાન સરકારની ઝાટકણી કાઢી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મામલે ઉઠ્યો હતો. સાથેજ ભારત સરકાર દ્વારા પણ પાક હાઈ કમિશનને બોલાવામાં આવ્યા હતા. જેને અનુલક્ષીને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા ઈમરાન સરકારની બરાબરની ઝાટકણી કાઢવામાં આવી છે.

Pakistan Ancient Hindu Temple Vandalized: Broke The Statue Of Lord Ganesha - पाकिस्‍तान के कराची में प्राचीन हिंदू मंदिर में जमकर तोड़फोड़, भगवान गणेश की प्रतिमा को तोड़ा ...

પાકિસ્તાન પોલીસનું કહેવું છે કે રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં હિદું મંદિરમાં હુમલો કરવામાં આવ્યો. જ્યા અસમાજિક તત્વોએ મંદિર પર હુમલો કર્યો ત્યા આગ લગાવી સાથે મૂર્તિઓ પણ ખંડિત કરી હતી. આ સ્થળ લાહોરથી લગભગ 590 કિલોમીટર દૂર થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે મંદિરમાં તોડફોડ થવાને કારણે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓમાં રોષનો માહોલ ફેલાયો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલાને લઈને પોતાની ગંભીર ચિંતાઓથી પણ પાકિસ્તાની રાજનયિક ને માહિતગાર કર્યા. બાગચીએ મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે અહીં પાકિસ્તાની ઉચ્ચાયોગના પ્રભારીને આજે બપોરે તલબ કરાયા અને પાકિસ્તાનમાં થયેલી આ નિંદનીય ઘટનાને લઈને તથા લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા તથા તેમના ધાર્મિક સ્થળો પર સતત થઈ રહેલા હુમલા પર પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરતા આકરો વિરોધ નોંધાવ્યો.

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા અને હિન્દુ પંચાયતના સંરક્ષક જય કુમારા ધીરાનીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે ‘જિલ્લાના ભોંગ શરીફમાં મંદિર પર કરવામાં આવેલા આ હુમલાની આકરી નિંદા કરું છું. આ હુમલો પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું છે. હું અધિકારીઓને આરોપીઓને જેલમાં ધકેલી દેવા માટે વિનંતી કરું છું’.

The fundamentalists vandalized the Ganesha temple, smashed the idols; The administration remained silent even after the video went viral | પાકિસ્તાનના ગણેશ મંદિરમાં કટ્ટરપંથીઓની તોડફોડ, મૂર્તિઓને ...

ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસે સમગ્ર મામલે એવું કહ્યું છે કે જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે. ત્યા અંદાજે 100 હિદું પરિવાર રહે છે. ત્યા પરિસ્થિતી વણસે નહી તે માટે ત્યા ભારે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. જોકે આ ઘટનાને લઈને હજું સુધી કોઈની પણ ધરપકડ કરવામાં નથી આવી જેથી ત્યાના હિદુંઓમાં રોષનો માહોલ છે.

ભાગલા સમયે પાકિસ્તાનમાં હિન્દુઓની જનસખ્ય લગભગ 15 ટકા જેટલી હતી. સરકારની દમનકારી નીતિઓ અને કટ્ટરપંથીઓના હુમલાના કારણે અહીં આંકડો સતત ઘટતો ગયો હતો. બળજબરી ધર્મપરિવર્તન એનું સૌથી મોટું કારણ રહ્યું છે. જે હિન્દુઓ બચ્યા છે તેમણે પણ સતત કટ્ટરપંથીઓના હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સ્થિતિ એવી છે કે અહીં 3 ટકા કરતાં પણ ઓછી હિન્દુની જનસંખ્યા બચી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317