પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી,MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું થયું નિધન

1174
Published on: 3:38 pm, Thu, 3 December 20
મસાલાકિંગ

ઘોડાગાડી ચલાવી મહાશયે કરી હતી સફરની શરૂઆત, વારસામાં આપી 18 ફેક્ટરી; FMCG સેક્ટરમાં સૌથી વધુ 21 કરોડ રૂપિયા લેતા હતા સેલરી

મસાલાકિંગ તરીકે જાણીતા MDH ગ્રુપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન થઈ ગયું છે. 98 વર્ષના ધર્મપાલ બીમારીને પગલે છેલ્લા થોડા દિવસોથી દિલ્હીની માતા ચેન્નઈ હોસ્પિટલમાં એડમિટ હતા. ધર્મપાલ ભાગલા દરમિયાન ભારત આવ્યા, ઘોડાગાડી ચલાવીને જીવનનું ગુજરાન ચલાવવાની શરૂઆત કરનાર ધર્મપાલ મસાલાના બાદશાહ બની ગયા. તેમને પહ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ધર્મપાલ FMCG સેક્ટરમાં સૌથી ઉંમરલાયક બ્રાન્ડ-એમ્બેસેડર ગણાતા.

સિયાલકોટમાં જન્મ
મહાશય ધર્મપાલનો જન્મ 27 માર્ચ, 1923 સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમાં છે)માં થયો હતો. વર્ષ 1933માં તેમણે ધોરણ 5નો અભ્યાસ પૂરો થયા બાદ સ્કૂલ છોડી દીધી. વર્ષ 1937માં તેમણે પોતાના પિતાની મદદથી વેપાર શરૂ કર્યો અને એ પછી સાબુ,કપડાં, હાર્ડવેર અને ચોખાનો વેપાર શરૂ કર્યો.

મહેશિયા દી હટ્ટીમાં કામ શરૂ કર્યું
તેમણે પોતાના પિતાની મહેશિયા દી હટ્ટીના નામની દુકાનમાં જ કામ કરવાનું શરૂ કર્યું. તેમને દેગી મિર્ચ વાળાના નામથી ઓળખવામાં આવતા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયે તેઓ દિલ્હી આવી ગયા અને 27 સપ્ટેમ્બર 1947ના રોજ તેમની પાસે માત્ર 1500 રૂપિયા જ હતા. એ સમયે આ પૈસાથી તેમણે 650 રૂપિયામાં એક ઘોડાગાડી ખરીદી અને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી કુતુબ રોડની વચ્ચે ચલાવી.

મસાલા કંપની MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી નું ગુરૂવારે 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. હાર્ટ અટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. તેમણે ઘોડાગાડી ચલાવવાથી લઈને મસાલા કિંગ બનવા સુધીની સફર ઘણી સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયક રહી છે…

મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ વર્ષ 1927માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. મસાલાનો કારોબાર નાના પાયે સિયાલકોટમાં તેમના પિતાએ 1919માં શરૂ કર્યો હતો. ભાગલા બાદ તેમનો પરિવાર શરણાર્થી તરીકે ભારત આવ્યો હતો. આજીવિકા માટે તેઓએ ઘણા દિવસો સુધી ઘોડાગાડી ચલાવી હતી, પરંતુ તેમને લાગ્યું કે આ કામ લાંબું નહીં ચાલે ત્યારે તેઓએ કરોલબાગમાં એક નાની દુકાનમાં મસાલા વેચવાનું શરૂ કર્યું, જેમાં કિસ્મતે તેમને સાથ આપ્યો

 મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ વર્ષ 1927માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. મસાલાનો કારોબાર નાના પાયે સિયાલકોટમાં તેમના પિતાએ 1919માં શરૂ કર્યો હતો. ભાગલા બાદ તેમનો પરિવાર શરણાર્થી તરીકે ભારત આવ્યો હતો. આજીવિકા માટે તેઓએ ઘણા દિવસો સુધી ઘોડાગાડી ચલાવી હતી, પરંતુ તેમને લાગ્યું કે આ કામ લાંબું નહીં ચાલે ત્યારે તેઓએ કરોલબાગમાં એક નાની દુકાનમાં મસાલા વેચવાનું શરૂ કર્યું, જેમાં કિસ્મતે તેમને સાથ આપ્યો. (ફાઇલ તસવીર)

ધર્મપાલજીના પરિવારમાં એક દીકરો અને છ દીકરીઓ છે. તેમનો દીકરો સમગ્ર કારોબારનું ઓપરેશન સંભાળે છે તો છ દીકરીઓ ક્ષેત્રીય આધાર પર ડિસ્ટ્રીબ્યૂશન જોવાનું કામ કરે છે. ધર્મપાલજીએ માત્ર ધોરણ-5 સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ શરૂઆતમાં પોતાના પિતાના મસાલાના બિઝનેસથી અલગ વેપારમાં હાથ અજમાવીને સફળ થવા માંગતા હતા. તેના માટે તેઓએ સિયાલકોટમાં રહીને અનેક પ્રકારના બિઝનેસ અજમાવી જોયા પરંતુ તેઓ કોઈમાં પણ સફળ ન થયા.

ધર્મપાલજીએ MDHની શરૂઆત નાના સ્તરે ભારતમાં કરી, પરંતુ હાલના સમયમાં દેશના મસાલા બજારમાં તેમની 12 ટકા હિસ્સેદારી છે. તેમની કંપની 62 પ્રોડક્ટ તૈયાર કરે છે., જે 150 પેકેટ્સમાં ઉપલબ્ધ છે. MDHના બ્રાન્ડ એમ્બેસેડર તેઓ પોતે જ હતા.

 MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓએ દિલ્હીમાં 20 સ્કૂલ અને અનેક હૉસ્પિટલ શરૂ કરી છે. તેમની કં૫ની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરે છે. તેમના મસાલાનો મુખ્ય સ્ત્રોત કર્ણાટક અને રાજસ્થાન ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન છે. (ફાઇલ તસવીર)

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓએ દિલ્હીમાં 20 સ્કૂલ અને અનેક હૉસ્પિટલ શરૂ કરી છે. તેમની કં૫ની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરે છે. તેમના મસાલાનો મુખ્ય સ્ત્રોત કર્ણાટક અને રાજસ્થાન ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન છે.

MDHની આજે 18 ફેકટરી, 62 પ્રોડકટ્સ
ઝડપથી તેમના પરિવારની પાસે એટલી સંપતિ એકત્રિત થઈ ગઈ કે દિલ્હીના કરોલા બાગ સ્થિત અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી શકાય. આ દુકાનથી જ તેઓ સતત આગળ વધતા ગયા. આજે તેમની ભારત અને દુબઈમાં મસાલાની 18 ફેકટરી છે. આ ફેકટરીઓમાંથી તૈયાર થઈને MDH મસાલા વિશ્વમાં પહોંચે છે. MDHની 62 પ્રોડક્ટ્સ છે. કંપની ઉત્તર ભારતના 80 ટકા બજાર પર કબજાનો દાવો કરે છે.

સામાજિક કામમાં આગળ
વેપારની સાથે જ તેમણે એવાં કામ પણ કર્યાં છે, જે સમાજ માટે ખૂબ જ મદદગાર સાબિત થયાં. તેમાં હોસ્પિટલ, સ્કૂલ વગેરે બનાવવી વગેરે સામેલ છે. તેમણે અત્યારસુધીમાં ઘણી સ્કૂલો અને વિદ્યાલયો ખોલી છે. તેઓ અત્યારસુધીમાં 20થી વધુ સ્કૂલ ખોલી ચૂક્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ