ગુજરાત : ચાણસ્મા-મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કરની ટક્કર, 2 વર્ષની બાળકી સહિત 3નાં મોત…

583
Published on: 5:52 pm, Thu, 12 August 21
  • કાર અને ટેન્કર વચ્ચે ટક્કર
  • એક બાળકી સહિત કુલ 3 લોકોના મોત
  • પરિવાર સુરતથી મેથાણિયા ગામમાં પ્રસંગમાં આવ્યો હતો
  • ગામમાં સીમંત પ્રસંગ માતમમાં ફેરવાયો, ગ્રામજનો શોકમગ્ન બન્યાં
  • ચાણસ્મા પોલીસે હાથ ધરી તપાસ

રાજ્યમાંથી ઘણીવાર એકસીડન્ટની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ પાટણ ચાણસ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.અહીં  સ્વિફ્ટ કાર-ટેન્કર વચ્ચે ટક્કરમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યાં છે.આ મામલે મળતી માહિતી અનુસર, ચાણસ્મા-મહેસાણા હાઈવે પર એક્ટિવા ચાલકને બચાવવા જતાં સ્વિફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં કારમાં સવાર એક બાળકી સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાણસ્મા મહેસાણા હાઈવે પર સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના ઘટી હતી. એક્ટિવાને બચાવવાના ચક્કરમાં સ્વીફ્ટ કાર અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, સ્વીફ્ટ કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.

પાટણ-મહેસાણા હાઈવે ઉપર ગુરુવારે સવારે સુરતથી મેથાણિયા ગામે સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારની કાર અને ચાણસ્મા તરફથી મહેસાણા તરફ જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થવા પામ્યાં હતાં. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થતા થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસને 108ને જાણ કરતાં ઇજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલા લણવા સીએસસી સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલમાં ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, વધુ વિગતો હાલમાં બહાર આવી નથી.

આ રોડ પર ડિવાઈડર નથી અને રોડ પર વાહનો પણ બેફામ જતા હોય છે. અહીં આ રોડ પર એક સ્વીફ્ટ કારે બાઈક સવાર દંપત્તીને અડફેટે લઈ લીધા હતા. જેમાં મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી પરંતુ તેમના પતિનું મૃત્યુ થયું હતું. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે ખસેડાયા હતા.

ભયાવહ અકસ્માત સર્જાતાં જ રસ્તા પર ઉભેલા લોકોએ પહેલા 108ને કોલ કરી બોલાવી હતી. જે બાદ પોલીસને પણ જાણ કરતાં તુરત ઘટના સ્થળ પર પોલીસ દોડી આવી હતી. પણ ત્યાં સુધીમાં કારમાં સવાર 3 લોકો જીવ ખોઈ બેઠાં હતા.  અકસ્માતમાં મૃત્યુ પામેલ ત્રણેય મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર અકસ્માત એક એક્ટીવા ચાલકને બચાવવા સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતના કારણો ની પોલીસ તપાસ કરી રહી છે. કોઈના ભૂલનું પરિણામ 3 લોકોના જીવ લઈ ગયું. ગોઝારા અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થવાથી મૃતકના પરિવાર ચોધાર આસુએ રડી રહ્યા છે.

અકસ્માતમાં થયેલા મોત

પટેલ જૈમીનકુમાર તળશીભાઇ (36વર્ષ)

પટેલ ખુશીબેન જયમિનભાઇ (2 વર્ષ)

પટેલ આશિષકુમાર મનુભાઇ (40)

ભોગ બનનાર દંપતિ GJ-3N-4463 નંબરની મોટર સાયકલ પર સવાર હતું. બાઈકનો સ્વિફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે, આ સ્વિફ્ટ કારમાં કેટલા મુસાફરો હતો તેમજ તે જાણી શકાયું નથી પણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317