સુરતમાં પોલીસની કાર્યવાહી તો જુઓ, પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો 3 હજાર રૂપિયાનો મેમો, જાણો સમગ્ર ઘટના…

627
Published on: 2:40 pm, Fri, 28 May 21
  • સુરત પોલીસની હાસ્યાસ્પદ કામગીરી
  • સાયકલ ચાલકને મોટર વ્હીકલ એક્ટ મુજબ મેમો ફટકાર્યો
  • સુરતમાં રોંગ સાઈડમાં જતા સાયકલ સવારને પકડીને પોલીસે RTO મેમો ફટકારી દીધો
  • રોંગ સાઈડ સાયકલ ચલાવવાના ગુન્હામાં મેમો

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસ ચર્ચામાં આવી છે સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય. સુરત સચિન વિસ્તારમાં સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે.

આપને જાણવી દઈએ કે, સચિન-હજીરા હાઇવે પર ગભેણી ચાર રસ્તા પાસે રોંગ સાઇડ આવી રહેલા સાઇકલ સવાર શ્રમજીવીને ટ્રાફિક પોલીસે એમવી એક્ટ હેઠળ ફટકારવામાં આવેલો કોર્ટ મેમો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેને પગલે ટ્રાફિક પોલીસ ટીકાને પાત્ર બની હતી. જો કે પોલીસ દ્વારા રોંગ સાઇડ આવનાર સાઇકલ સવાર વિરૂધ્ધ દંડ ફટકાવાની જોગવાઇ હોવાનું જણાવ્યું હતું.

સાયકલ સવારને દંડ ફટકારાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. - Divya Bhaskar

સુરત પોલીસની હાસ્યાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસે સાયકલ ચાલકને મોટર વ્હીકલ એક્ટ મુજબ મેમો ફટકાર્યો છે. રોંગ સાઈડ સાયકલ ચલાવવાના ગુન્હામાં MV એક્ટ-184 મુજબ મેમો ફટકાર્યો છે. રાજપાલ યાદવ નામના કારીગરને સચિન GIDC વિસ્તારમાં પોલીસે મેમો પકડાવ્યો છે. સ્થાનિકોએ પોલીસના આ પ્રકારની કાર્યવાહીથી રોષ વ્યક્ત કર્યો હતો.

સુરત ટ્રાફિક પોલીસે આપેલા 3 હજારના દંડને લઇને વિવાદ

પહેલા પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ પહેરીને જવાના કેસમાં વિવાદ થયો હતો. ત્યારબાદ PIની બદલીને લઇને યોજેલા વિદાય સમારંભને લઈને વિવાદ સર્જાયો હતો અને હદ તો ત્યારે થઈ જ્યારે સુરત ટ્રાફિક પોલીસે  સુરતમાં રોંગ સાઈડમાં જતા સાયકલ સવારને પકડીને પોલીસે RTO મેમો ફટકારી દીધો અને મેમાની રકમ પણ નાનીસુની નથી, 3 હજારનો મેમો આપવામાં આવ્યો. હાલ સુરત ટ્રાફિક પોલીસે આપેલા 3 હજારના દંડને લઇને વિવાદ સર્જાયો છે.આમ, સુરતમાં પોલીસ અને ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવતા સુરત પોલીસ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.

 ભોગબનનારે કહ્યું કે, 'હું સચીન જીઆઈડીસીમાં આવેલ ખાતા નંબર 2 પાસે આવેલ બંગલામાં કામ કરું છું. સંચાના કારખાનામાં 11 વર્ષથી નોકરી કરું છું. આજ દિવસ સુધી આવું બન્યું નથી મારી જોડે. આ મેમોમાં મોટર વેહિકલ એક્ટની કલમો લગાવામાં આવી હતી, તેના મુતાબિક રૂપિયા 3 હજાર સુધીનો દંડ થાય પણ આ મામલે જયારે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા પોલીસ કર્મચારી આમાં સાઇકલનો એક્ટ આવે તેની જગ્યા પર ભૂલ કરી છે.

ખોટી કલમ લખાયાનો સ્વિકાર

ટ્રાફિક વિભાગના એસીપી એચડી મેવાડાએ સ્વિકાર્યું કે, મોટર વ્હીકલ એક્ટની કલમ લખવામાં આવી છે, તે ખોટી છે અમે તેને સુધારી લઈશું. પરંતુ મહત્વની વાત એ છે કે, સચીન જીઆઇડીસીથી જીઆવ બુડીયા ગામ તરફના રસ્તા ઉપર વાહન ચાલકો ખૂબ મોટું જોખમ લઈને ડિવાઈડર ઓળંગતા હોય છે. તેના કારણે અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે. અમે હાઈ-વે ઓથોરીટીને પણ જાણ કરે છે કે, ડિવાઈડર ઉપર લગાડી દેવામાં આવે છે.જેથી કરીને અકસ્માતો ન થાય. અમારી ટીમ દ્વારા આજે સવારથી આ સમગ્ર વિસ્તારની અંદર 90 જેટલા મેમો ફાડવામાં આવ્યા છે. અમારો ઉદ્દેશ ફેટલ રોકવા માટેનો છે. લોકરક્ષક દળના કોમલ ડાંગર દ્વારા આ મેમોની અંદર કલમ લખવામાં ભૂલ થઇ છે, જે મારા ધ્યાન પર પણ આવી છે.

તેમણે કહ્યું કે, આ મેમો આપવા પાછળ સાઇકલ સવાર લોકો રોંગસાઇડ આવવાનું બંધ કરે અને તેના લીધે અકસ્માત ન થાય તે માટે આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જોકે આ ગુનામાં માત્ર સાઇકલ સવારને સમાન્ય પહોંચ એટલે કે કાયદો તોડતા તેની જાણકારી સાથે, જો દંડ કરવામાં આવે તો માત્રને માત્ર 0 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીનો થતો હોય છે, પણ લોકોને ખબર પડે કે, પોલીસ અહીંયા હાજર છે અને તે નિયમો તોડી રહ્યા છે. આ લોકો જાગૃત થાય તે માટે મેમો આપીને તેમને કાયદાનું પાલન કરે તે માટે આ પ્રયોગ સુરત ટ્રાફિક પોલીસે શરૂ કરાયો છે, તેવું ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુબે દ્વારા જાણકારી આપવા આવી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317