કૃષિ આંદોલન
કૃષિ કાયદા ના વિરોધમાં ઉતરેલા કિસાનોના સમર્થન કરવાના મામલામાં પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા વિવાદોમાં આવી ચુકી છે. એકવાર ફરી આ અમેરિકન મોડલ અને પૂર્વ પોર્ન સ્ટારે કિસાનોના સમર્થનમાં એક વીડિયો પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે ભારતીય વ્યંજનની મજા માણી રહી છે. આ પહેલા મિયાના ટ્વીટને લઈને ખુબ બબાલ મચી હતી, તેને તે કહીને ટ્રોલ કરવામાં આવી કે તે ખેતી વિશે કંઈ જાણતી નથી કે ભારતીય પકવાનો વિશે જાણે છે.
મિયાના આ વીડિયોમાં શું છે ખાસ
મિયા ખલીફા એ ટ્રોલર્સને જવાબ આપતા પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. પોતાના આ વીડિયોમાં મિયાએ કિસાનોના ઉલ્લેખની સાથે-સાથે તેને આ ભોજન મોકલનારનો આભાર માન્યો છે. વીડિયોમાં મિયા કહી રહી છે કે ખુબ સારૂ લાગે છે જ્યારે તમે આકરી મહેનત કરો છો અને આ મહેનતને કારણે કંઈ કમાણી કરો છો. જેમ મેં આજે આ શાનદાર ડીનર કમાયુ છે. આ મનુષ્ય તરીકે સોશિયલ મીડિયા પર ચલાવનારા કેમ્પેનને કારણે મને મળ્યું છે. એટલું જ નહીં મિયાએ પોતાના વીડિયોમાં એકવાર ફરી કિસાનોનો ઉલ્લેખ કર્યો છે. તેણે તે લોકોનો આભાર માન્યો જેને મિયાને સ્વાદિષ્ટ ડિનર મોકલ્યું છે.
Thank you @rupikaur_ for this beautifully harvested feast, and thank you @theJagmeetSingh for the Gulab!!! I’m always worried I’ll get too full for dessert, so I eat it during a meal. You know what they say, one Gulab a day keeps the fascism away! #FarmersProtests pic.twitter.com/22DUz2IPFQ
— Mia K. (@miakhalifa) February 7, 2021
એક ગુલાબ જાંબુ દરરોજ, મતલબ ફાસીવાદથી દૂર ભાગવુ
મિયાએ પોતાનો વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘આભાર રૂપી કૌર, આ સ્વાદિષ્ટ દાવત માટે. ધન્યવાદ જગમીત સિંહ, ગુલાબ (ગુલાબ જાંબુ) માટે. હું હંમેશા ચિંતિત કરુ છું, મિષ્ટાન માટે હંમેશા મારૂ પેટ ભરેલું રહે છે, તેથી હું આને ભોજન દરમિયાન ખાવાની. એક ગુલાબ દરરોજ ફાસીવાદથી દૂર રાખે છે.
મિયાનો આ વીડિયોમાં ભોજન ટેસ્ટ કરતાં તેનાં ચિર પરિચિત અંદાજમાં વ્યંગ કરતી નજર આવે છે. તે કહે છે કે, આપ કોઇ ચીજ માટે મેહનત કરો છો અને તે આપને મળે છે જેમ મે આપનાં માટે શાનદાર ડિનર કમાયું છે. હું સૌથી પહેલાં રૂપીને ધન્યવાદ કહેવાં ઇચ્છું છુ જેમએ મને આ ડિનર મોકલાવ્યું. માનવતા અંગે જે પ્રોપગેન્ડામાં આજકાલ ફેલાઇ રહ્યો છે. તેનાં માટે મને આ ઇનામ મળ્યું છે. હું આપ સૌને તે યાદ અપાવવાં ઇચ્છુ છુ કે, દરેક વસ્તુની એક કિંમત હોય છે અને મારી કિંમત છે સમોસા. હું સમોસા માટે વેચાઇ શકુ છું. બાકી લોકો માટે હું કંઇ નથી કરી શકતી. પણ જો મારા વિશે વાત કરું તો, મારા માટે એટલું કાફી છે, મને આનાંથી વધારેની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, મિયા ખલીફા ઘણાં વર્ષોથી તેનાં ટ્રોલર્સને વ્યંગનાં રૂપમાં જવાબ આપતી હોય છે. તેનાં વીડિયોની સાથે તેણે તે તમામ ટ્રોલર્સને જવાબ આપ્યાં છે જેણે કહ્યું હતું કે, મિયા ભારતીય ખેડૂત આંદોલન ને સમર્થન આપવાં માટે પાસા લીધા છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં મેનિપ્યુલેટ કરવામાં આવી હતી. અને તેને હાલમાં પણ જાહેરમાં જનતાને મળવામાં તાણ અનુભવાય છે.
મિયા ખલીફાએ ખેડૂત આંદોલન પર બે ટ્વિટ કરી હતી કે, ‘માનવાધિકાર ઉળ્લંઘનો પર આ ચાલે છે? તેમણે નવી દિલ્હીની આસપાસનાં વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દીધુ છે ? ‘ તેની આ ટ્વિટ બાદ તેને લોકોએ ટ્રોલ કરી હતી અને ખેડૂતોનાં સમર્થન બદલ તેને પેઇડ એક્ટ્રેસ ગણાવી હતી. આ ટ્વિટ બાદ તેણે બીજી એક ટ્વિટ કરી હતી કે, ‘પેઇડ એક્ટર્સ.. મને આશા છે કે, એવોર્ડની સિઝનમાં તેને ટાળવામાં નહી આવે.. હું ખેડૂતોની સાથે છું.
Confirming I have in fact regained consciousness, and would like to thank you for your concern, albeit unnecessary. Still standing with the farmers, though ♥️ pic.twitter.com/ttZnYeVLRP
— Mia K. (@miakhalifa) February 4, 2021
ખલીફાએ પોતાને અને પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સામેનાં વિરોધનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો, જેમાં વિરોધીઓ પ્લેકાર્ડ્સ પકડીને ઉભા છે અને લખ્યું છે કે, ‘મિયા ખલિફાને હોશ આવી ગયો.’ આ વાક્ય દ્વારા, સંભવતઃ તેમના પોર્ન પાસ્ટ પર કટાક્ષ કરવામા આવ્યો છે. તેમણે કહ્યું, “હું પુષ્ટિ કરું છું કે હું ખરેખર હોશમાં છું અને તમારી ચિંતા બદલ આભાર માનવા માંગુ છું, ભલે તે બિનજરૂરી હોય. હું હજી પણ ખેડૂતોની સાથે ઉભી છું.”
મિયા ખલિફાએ આ જ વાતને આગળ વધારતા અમાંડાનાં ટ્વીટનો જવાબ આપતા લખ્યું છે કે, જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી અમે ટ્વીટ ચાલુ રાખીશું. આપને જણાવી દઈએ કે, ખેડૂત આંદોલનને પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત અનેક વિદેશી હસ્તીઓનો ટેકો મળ્યો છે. જે બાદથી દેશમાં ઘણા લોકો આ વિદેશી હસ્તીઓને સતત ટ્રોલ કરી આ અમારી અંગત બાબત હોવાનુ જણાવી રહ્યા છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317