વિજય રૂપાણીએ કોવિડ ટાસ્ક ફોર્સ સાથે યોજી બેઠક, આજે આવી શકે છે કર્ફ્યૂ અંગે મોટો નિર્ણય..

620
Published on: 1:47 pm, Tue, 11 May 21
  • ગુજરાતમાં કફર્યૂની મુદતમાં વધારો થઈ શકે છે
  • 20મે સુધી ગુજરાતમાં કફર્યૂ લંબાવાઈ શકે છે
  • કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય
મિની લોકડાઉન લંબાશે? ગુજરાતના 36 શહેરોમાં આવતી કાલથી કરફ્યુ અને નિયંત્રણો 20 મે સુધી લંબાવાની શક્યતા, આજે કોર કમિટી નિર્ણય લેશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ લોકોએ હજુ સાવચેતી રાખવાની ખુબ જરૂર છે. રાજ્ય સરકારે 4 મેના રોજ રાજ્યના 29 ઉપરાંત સાત અન્ય શહેરો એમ કુલ 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આ શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ છે તો દિવસ દરમિયાન પણ જરૂરી વસ્તુઓની સેવાઓ ચાલુ છે. બિનજરૂરી સામાનોની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. તો હવે આ કર્ફ્યૂની મુદ્ત 12 મેએ પૂર્ણ થઈ રહી છે. તેવામાં રાજ્ય સરકાર મંગળવારે કોઈ નિર્ણય લઈ શકે છે.

Corona: રાજ્યના 36 શહેરોને કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે કે નહીં? મંગળવારે લેવાઇ શકે છે મોટો નિર્ણય

20મે સુધી ગુજરાતમાં કફર્યૂની સ્થિતિ યથાવત રહી શકે છે

ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસમાં તબાહી મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના કડક પ્રતિબંધોની અવધિ આવતીકાલે સમાપ્ત થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર કર્ફ્યૂની મુદતમાં વધારો કરે તેવી શક્યતા છે.

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા, આગામી રણનીતિ અને વતી કાલે પુરી થતી રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મુદતને લઇને આજે કોર કમિટીની બેઠક મળનાર છે. જેમાં કોઇ મોટો નિર્ણય લેવાઇ શકે છે. રાજ્યના મહામગરોમાં કોરોના વાયરસની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહ્યું છે. સરકાર દ્વારા જાહેર થતા આંકડા પ્રમાણે કેસ અને મૃત્યુમાં ઘટાડો થયો છે જો કે આ આંકડાઓ ખોટા હોય છે તેવા સતત આક્ષેપો થઇ રહ્યા છે. આ બધા વચ્ચે અત્યારે ગામડાઓમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે, જેના કારણે ચિંતામાં વધારો થયો છે.

Curfew in Ahmedabad, Vadodara, Surat and Rajkot from 10 pm to 6 am | Cities  News,The Indian Express

રાજ્યમાં યથાવત રહી શકે છે કર્ફ્યૂ

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાથી થોડી રાહત મળી છે. પરંતુ રાજ્ય સરકાર કર્ફ્યૂમાં ઢીલ આપશે તેમ લાગી રહ્યું નથી. કોરોના સંક્રમણ કાબુમાં કરવા માટે કડક નિયમોની જરૂર છે. તેવામાં 12 મેએ પૂર્ણ થઈ રહેલા કર્ફ્યૂ પહેલા સરકાર મંગળવારે જાહેરાત કરી શકે છે.

ગ્રામીણ વિસ્તારમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ

ગુજરાતમાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે આ કર્ફ્યૂની મુદત 20 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં શહેરોમાં કોરોના વાયરસના કેસમાં આંશિક રાહત મળી રહી છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ કેસ ચિંતાજનક છે ટાયરે સરકાર રાત્રિ કર્ફ્યૂની મુદતણે 20 તારીખ સુધી લંબાવી શકે છે. ગુજરાતમાં કોરોના વાયરસના રોકથામ માટે નિર્ણય લેવા કોર કમિટીની બેઠક થવાની છે અને આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.

આ 36 શહેરોમાં બધુ બંધ 
ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.

COVID-19: Gujarat imposes night curfew in THESE four major cities till  March 31

રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મદત આગામી 20 મે સુધી લંબાવશે. રાજ્યમાં હજુ પણ કોરોના વાયરસનો ખતરો પુરી રીતે ટળ્યો નથી, તેને ધ્યાનમાં લઇને આ મુદત લંબાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યારે રજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને અન્ય કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317