ગુજરાત રાજ્યમાં મીની લોકડાઉન પાર્ટ- 2 બનશે અમલી ? લૉકડાઉનને લઈને CM રૂપાણીએ જુનાગઢમાં આપ્યું મોટું નિવેદન..

3779
Published on: 3:47 pm, Tue, 4 May 21
  • લોકડાઉન અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ CM
  •  આજે સાંજે બેઠકમાં ચર્ચા કરવામાં કરાશે-CM
  •  લોકડાઉન કે નિયંત્રણો મુદ્દે આજે નિર્ણય લેવાશે-CM
  • જિલ્લા પ્રમાણે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે-CM

મુખ્યમંત્રી રૂપાણી આજે જૂનાગઢની મુલાકાતે છે ત્યારે તેઓએ જૂનાગઢમાં મોટી જાહેરાત કરી છે.આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની મળશે બેઠક મળશે. આવતીકાલે કર્ફયૂની મુદત  પૂર્ણ થાય છે, કર્ફયૂ અંગે આજે સાંજે  નિર્ણય થઇ જશે.29 શહેરોમાં કર્ફયૂની મર્યાદા અંગે લેવાશે નિર્ણય લેવાશે.”

ગુજરાતના કોરોનાના કેસોમાં નિયંત્રણ આવે તે માટે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં જોઈએ તેટલો ઘટાડો થઈ રહ્યો નથી. એવામા ગુજરાતમાં કોરોનાની ચેન તોડવા માટે કેન્દ્રના આદેશ અન્વયે મીની લોકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા છે.તેમજ આ અંગે આજે  કોર કમિટીની એક બેઠક મળવા જઇ રહી છે જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે હજુ સુધી દુકાનો બજારો વગેરે બંધ રાખવી જરૂરી હોય તેવું સરકારનું પ્રાથમિક તારણ છે.તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે માર્ગદર્શિકાને વધારે કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે. ટૂંકમાં કહી શકાય કે મીની લોકડાઉન- પાર્ટ 2 અમલમાં આવી શકે છે.

Gujarat: Experts call for 15-day self-imposed lockdown | Cities News,The Indian Express

લોકડાઉન અંગે આજે લેવામાં આવશે નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેની અવધિ આવતીકાલે સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જુનાગઢમાં આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન અંગે આજે સાંજે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.સીએમ રૂપાણીએ જુનાગઢમાં નિવેદન આપ્યું હતું કે લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.

સરકારના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો અમલ ચાલુ જ રહે તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં રાત્રિના સવારે 8 થી સવારે છ સુધી કર્ફ્યુનો અમલી છે. જેનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતની બાબતોનો નિર્ણય લેવા માટે રાજ્ય સરકારોને સત્તા આપી છે. જે અન્વયે વિવિધ રાજ્યો પોતાના નિર્ણયો લઇ રહ્યા છે. ત્યારે આજે સાંજે મળનારી કોર કમિટીની મિટિંગમાં વર્તમાનમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. એ બાબત ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સ એ પંદર દિવસના લોકડાઉનની ભલામણ કરી છે.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા 29 શહેરોમાં જે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે તે 5મી મે સુધી લગાવવામાં આવ્યા હતા એવામાં હવે આ પ્રતિબંધો લંબાવવા મુદ્દે ગુજરાત સરકાર મોટી મૂંઝવણમાં છે. લોકડાઉનની જાહેરાત કરવા મુદ્દે રાજ્યની સરકાર મોટી મૂંઝવણમાં દેખાઈ રહી છે. રાજ્યમાં અત્યારે રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ તથા વિવિધ પ્રકારના પ્રતિબંધ કરવામાં આવ્યા છે આ પ્રતિબંધોને હવે લંબાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જેનો અર્થ થાય છે કે રાજ્યમાં અત્યારે જે જગ્યાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે તે હજુ પણ બંધ જ રહેશે.

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકડા થી ચિંતિત રાજ્ય સરકારે ગત 28મીએ રાજ્યના 29 શહેરોમાં મીનીલોકડાઉન લાગુ કર્યું હતું. જે અંતર્ગત દુકાનો, બજારો, મોલ અને ખાનગી તથા સરકારી કચેરીઓમાં 50% ની હાજરીનો નિયમ અમલમાં મૂક્યો હતો. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જ્યારે માત્ર પાર્સલ સુવિધા જ ચાલુ રહી છે. આ મીની લોકડાઉન અંતર્ગત પણ કોરોના પર જોઈએ તેટલો કાબુ મળ્યો નથી. જેના કારણે સરકારને તેને લંબાવવાની ફરજ પડી રહી છે. રાજ્ય સરકાર આ તમામ નિયંત્રણ હજુ પણ લંબાવે તેવી પૂરી શક્યતા છે.

Gujarat Chief Minister Vijay Rupani announces relaxations in lockdown - 4 outside containment areas - YouTube

રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ બાદ ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આટલું જ નહીં આ નિયમોને વધુ કડક બનાવે તેવી પણ સંભાવના છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317