મોદી સરકાર ટેલિકોમ કંપનની આ સંપત્તિને વેચવા કાઢી, શરૂ થઈ ગઈ છે બોલી

524
Published on: 6:55 pm, Fri, 23 October 20

સરકારી કંપની 

સરકારી ટેલિકોમ કંપની મહાનગર સંચાર નિગમ લિમિટેડ (MTNL)ની સંપત્તિ વેચવાનો નિર્ણય કરાયો છે. જેના માટે બોલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. (MTNL)ની સંપત્તિ વેચવા માટે સરકારે વૈશ્વિક સંપત્તિ સલાહકાર કંપનીઓ પાસેથી બિડીંગ પણ મગાવ્યુ છે. (MTNL)ની સંપત્તિ વેચાણનું મેનેજમેન્ટ આમાથી જ પસંદ કરેલી કોઈ એક કંપનીના હાથમાં જશે. નાણામંત્રાલયના વિભાગ દ્વારા કંપનીઓને 9 નવેમ્બર સુધી પોતાની બિડ જમા કરવાનું કહ્યુ છે.

MTNLની જે સંપત્તિનું વેચાણ કરશે, જેમાં ફ્લૈટ, એપાર્ટમેન્ટ અને પોલટ્સ શામેલ છે. જેમાંથી પાંચ અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચાયેલા છે. એક નિવેદનમાં કહેવાયુ છે તે મુજબ જોઈએ તો, DIPAM ઈચ્છે છે.દરેક ક્લસ્ટર માટે એક એક સંપત્તિ સલાહકારની નિમણૂંક કરવામાં આવે. આ સંપત્તિ MTNLના કર્મચારીઓ માટે ક્વાર્ટરના ભાગરૂપે કામ કરશે, જે મુંબઈમાં સ્થિત છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સલાહકાર કંપનીઓને આપવામાં આવેલી દરેક સંપત્તિનું ત્રણ અઠવાડીયામાં રિપોર્ટ આપવાનો રહેશે. તેમને આ કરાર વિશે પરામર્શ આપવાનો રહેશે અને તેને પુરો કરવામાં મદદ પણ મળશે. MTNLએ DIPAMને મોનેટાઈઝેશન વાળી આ કંપનીઓની એક યાદી પણ આપી છે. જેમાં ત્રણ જમીનના ટૂકડા, બે સ્ટાફ ક્વાર્ટર અને એક ટેલિફોન એક્સચેન્જની સાથે સ્ટાફ ક્વાર્ટર પણ સામેલ છે.

ભારતની રાજકોષીય ખોટ રૂપિયા 6.45 લાખ કરોડની છે. તેનો અર્થ એ થયો કે ખર્ચ બહુ વધારે અને કમાણી બહુ ઓછી છે. ખર્ચ અને કમાણી વચ્ચે 6.45 લાખ કરોડનું અંતર છે.

આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર પોતાની કંપનીઓનું ખાનગીકરણ અને વિનિવેશ કરીને પૈસા એકઠા કરે છે.મોદી સરકારની કૅબિનેટે 5 કંપનીઓમાં વિનિવેશને મંજૂરી આપી દીધી છે.આ પહેલાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ઑગસ્ટમાં બીબીસીને જણાવ્યું હતું કે વિનિવેશ કે વેચાણ માટે કેન્દ્ર સરકારને 46 કંપનીઓની યાદી આપવામાં આવી છે અને કૅબિનેટે તેમાંથી 24ના વિનિવેશને મંજૂરી આપી દીધી છે.

સરકારનું લક્ષ્ય છે કે ચાલુ વર્ષે આવું કરીને તે 1.05 લાખ કરોડની કમાણી કરશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ