દિલ્હી કોરોના ઇફેક્ટસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ, કેજરીવાલે માંગ્યા વધુ 1000 ICU બેડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઠ રાજ્યના મુખ્યમંત્રીઓની વચ્ચે થનારી બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા છે. સૌથી પહેલા અમિત શાહ પોતાની વાત રજૂ કરશે. પછીથી બધાં રાજ્યોના મુખ્યમંત્રીઓ વાત કરશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થશે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ 1000 ICU બેડ્સની માંગ કરી છે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યોને સતર્કતા રાખવા માટે કહ્યું છે.
દેશમાં કોરોના વાઈરસના મામલાઓમાં એક વખત ફરી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બેઠકની અધ્યક્ષતા કરશે. એમાં મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વિડિયો-કોન્ફરન્સિંગથી સીધી વાતચીત કરશે. આમાં કેટલાંક રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે. આ સિવાય તમામ રાજ્યોની સાથે કોરોના વેક્સિનના વિતરણની નીતિ પર વાત થશે. છેલ્લા થોડા દિવસોમાં વેક્સિનને લઈને વિશ્વમાં પોઝિટિવ સમાચારો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રથમ બેઠકમાં કુલ આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ જોડાશે, જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સામેલ છે.
વેક્સિનના વિતરણ માટે પીએમની મહત્ત્વની બેઠક
આજે થનારી બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિ સામેલ થશે. આ બેઠકમાં કોરોના વેક્સિનના વિતરણ પર ચર્ચા કરવામાં આવશે. દેશમાં લગભગ પાંચ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. અત્યારસુધીમાં સકારાત્મક રિપોર્ટ્સ આવી રહ્યા છે. એવામાં સરકારે વેક્સિનના વિતરણને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બેઠક બપોરે 12 વાગ્યે શરૂ થશે.
મુખ્યમંત્રીઓની સાથે PM મોદીની આજે સતત બે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરશે, જેમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારની સીઝન પછી આ રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં અને મોતની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ