મોદીએ 10 હજાર ફુટ ઊંચાઈ પર બનાવાયેલી દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું

495
Published on: 2:15 pm, Sat, 3 October 20

અટલ ટનલ

હિમાલય

રોહતાંગમાં અટલ ટનલ આજથી શરૂ:મોદીએ 10 હજાર ફુટ ઊંચાઈ પર બનાવાયેલી દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું, રક્ષામંત્રી રાજનાથ પણ હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું. લગભગ 10 હજાર ફુટની ઊંચાઈએ બનેલી આ દુનિયાની સૌથી લાંબી ટનલ છે. જેની લંબાઈ 9.2 કિમી છે. જેને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો.

હિમાલયના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે નીચે લેહ-મનાલી હાઈવે પર તેને બનાવાઈ છે. આનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી થઈ જશે અને ચાર કલાકની બચત થશે. જેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે રાખવામાં આવ્યું છે.

આજે માત્ર અટલજીનું જ સપનું પુરું નથી થયું. આજે હિમાચલ પ્રદેશના કરોડો લોકોનું પણ દાયકા જૂની રાહ જોવાનું ખતમ થયું છે. મારું સૌભાગ્ય છે કે મને આજે અટલ ટનલના લોકાર્પણની તક મળી. રાજનાથ જીએ જણાવ્યું કે,હું અહીંયા સંગઠનનું કામ જોવતો હતો. પહાડો-વાદીઓમાં ઘણો સારો સમય પસાર કર્યો હતો. જ્યારે અટલજી મનાલીમાં આવીને રહેતા હતા, ત્યારે તેમના સાથે ગપ્પા મારતો હતો. હું અને ધૂમલ જી જેને લઈને અટલજી સાથે જે વાત કરી રહ્યા હતા, તે આજે શક્ય બન્યું છે.

લોકાર્પણની ચકાચૌંધમાં તે લોકો પાછળ રહી જાય છે જેમની મહેનતથી આ પુરુ થાય છે. તેમની મહેનતથી આ સંકલ્પને આજે પુરો કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞમાં પરસેવો વહેડાવવા વાળા, જીવને જોખમમાં નાંખનારા મહેનત કરનારા જવાનો, મજૂર ભાઈ-બહેનો અને એન્જિનીયરોને હું પ્રણામ કરું છું.

આનાથી શું ફાયદો થશે?
ટનલથી મનાલી અને લાહોલ-સ્પિતી ઘાટી 12 મહિના જોડાયેલા રહેશે. ભારે હિમવર્ષાના કારણે આ ઘાટીનો છ મહિના સુધી સંપર્ક તૂટી જાય છે.ટનલનો સાઉથ પોર્ટલ મનાલીથી 25 કિમી દૂર આવેલો છે. સાથે જ નોર્થ પોર્ટલ લાહુલ ઘાટીમાં સિસુના તેલિંગ ગામની નજીક છે.ટનલથી પસાર થતી વખતે એવું લાગશે કે સીધા સપાટ રસ્તા પર જઈ રહ્યા છીએ, પણ ટનલના એક ભાગ અને બીજામાં 60 મીટર ઊંચાઈનો ફરક છે. સાઉથ પોર્ટલ સમુદ્ર તળથી 3000 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યારે નોર્થ પોર્ટલ 3060 મીટર ઊંચું છે.

  • ટનલનો સાઉથ પોર્ટલ મનાલીથી 25 કિમી દૂર આવેલો છે, સાથે જ નોર્થ પોર્ટલ લાહુલ ઘાટીમાં સિસુના તેલિંગ ગામની નજીક છે.

10.5 મીટર પહોંળી, 10 મીટર ઊંચી ટનલની ખાસિયત2958 કરોડ રૂપિયાનો ખર્ચ,14508 મેટ્રિક સ્ટીલ લાગ્યું,2,37,596 મેટ્રિક સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો,14 લાખ ઘન મીટર પહાડોનું ખોદકામ થયું,દર 150 મીટરના અંતરે 4-Gની સુવિધા.

અટલ ટનલ પહેલાં આ રેકોર્ડ ચીનના તિબેટમાં બનેલી સુરંગના નામે હતો. આ લ્હાસા અને ન્યિંગ્ચી વચ્ચે 400 કિમી લાંબા હાઈવે પર બનેલી છે, જેની લંબાઈ 5.7 કિમી છે, જેને મિલા માઉન્ટેઇન પર બનાવાઈ છે, જેની ઊંચાઈ 4750 મીટર, એટલે કે 15583 ફૂટ છે, જેને બનાવવામાં 38500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે, જે 2019માં શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, શિયાળઈની મોસમમાં બરફના પ્રકોપથી લદ્દાખની સેના માટે અનેક જરુરી ચીજ વસ્તુઓ પહોંચાડવાનું મુશકેલ બનતું હતું જ્યારે હવે આ કાર્યમાં સરળતા મળશે,પરંતુ હવે રોહતાંગ અને લેહને જોડતી અન્ડર ગ્રાઉન્ટ ટનલ બનવાથી સેનાને પૂરવઠાની મુશ્કેલી નહી પડે અને સતત સેના માટે જરુરી સામગ્રીઓ પુરી પડી રહેશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ