40 વર્ષથી ભુખ્યાઓને ભોજન કરાવતા મોરબીના 72 વર્ષીય બચુકાકા, પૈસા આપો તો ઠીક નહી તો મફતમાં ભરપેટ ખાઇ લો

819
Published on: 7:11 pm, Sat, 31 October 20

મોરબી ગુજરાત

અન્નદાન એ મહાદાન’ આ કહેવત ખુબ જ લોકોના મોઢે તમે સાંભળી હશે. પરંતુ તેને સાર્થક થતી જોવી હોય તો તમારે મોરબી માં બચુકાકા કા ઢાબા માં જવું પડશે. જ્યાં 72 વર્ષના બચુકાકા 40 વર્ષથી ભુખ્યાઓને ભોજન આપે છે.

મોરબીના આ ઢાબા પર પૈસા હોય કે ના હોય પણ જમીને ફરજિયાત જવાનું. યુવાનીમાં ભોજનાલય શરૂ કરવાનું અધરું સપનું જોઈ ચુકેલા 72 વર્ષીય બચુકાકા પટેલ મોરબીની ફુટપાથ પર 40 વર્ષથી આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. બચુકાકા કા ઢાબામાં આટલી મોંઘવારી વચ્ચે પણ માત્ર 20 રૂપિયામાં ફુલ થાળી જમવા આપવામાં આવે છે. જમ્યા પછી 20 રૂપિયા હોય તો ભલે નહીંતર 10 પણ ચાલે અને પૈસા ન હોય તો પણ ચાલે. તેવું 72 વર્ષીય બચુકાકા જણાવી રહ્યા છે.

કોઈ ના પેટ ની જઠ્ઠરાગ્ની ઠારવી એના થી મોટું પુણ્યનું કામ બીજું શું હોઈ શકે. એવા વિચારથી જીવતા બચુકાકા પોતે જ ફકીર જેવી જિંદગી જીવે છે. સવારે 10.30 વાગ્યથી શરૂ કરી સાંજે ચાર વાગ્યા સુધી ભોજનનો આ સેવાયજ્ઞ મોરબીમાં ચાલે છે. જાતે જ શાકભાજી અને કરિયાણું લાવી રસોઈ બનાવી રોજના 70થી વધુ લોકોને બચુકાકા જમાડે છે. અહિં કોઈ પૈસા આપીને જાય તો કોઈ વગર પૈસે ભરપેટ જમીને જાય છે.

ફાઈવ સ્ટાર હોટલમાં જમ્યા પછી પણ સંતોષનો ઓડકાર ન આવે તેવો બચુકાકાએ હાથે બનાવેલાં ભોજનમાં આવે છે તેવું અહિં જમતા લોકોનું કહેવું છે. લોકો જમતાં જાય અને બચુકાકા ગરમ-ગરમ રોટલીઓ ખવડાવતાં જાય. ગત્ત વર્ષ સુધી બચુકાકા સાથે તેમના ધર્મપત્ની પણ હતા. જે તેમના હાથે રસોઈ બનાવી લોકોને જમાડતાં પરંતુ વિધિની વક્રતા કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. એકલું જીવન જીવતાં બચુકાકા પત્નીની વાત કરતાં રડી પડે છે, કાકા તેમને પોતાની અન્નપુર્ણા માને છે.

મોરબીના આ ઢાબા પર પૈસા હોય કે ના હોય પણ જમીને ફરજિયાત જવાનું. યુવાનીમાં ભોજનાલય શરૂ કરવાનું અધરું સપનું જોઈ ચુકેલા 72 વર્ષીય બચુકાકા પટેલ મોરબીની ફુટપાથ પર 40 વર્ષથી આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. બચુકાકા કા ઢાબામાં આટલી મોંઘવારી વચ્ચે પણ માત્ર 20 રૂપિયામાં ફુલ થાળી જમવા આપવામાં આવે છે. જમ્યા પછી 20 રૂપિયા હોય તો ભલે નહીંતર 10 પણ ચાલે અને પૈસા ન હોય તો પણ ચાલે. તેવું 72 વર્ષીય બચુકાકા જણાવી રહ્યા છે.

હમણાં જ એવા વિડીયો વાયરલ થયા હતા, જેમાં એક ‘બાબા કા ઢાબા’ ચલાવતા એક વૃદ્ધ દાદા અને દાદી ઢાબો ચલાવે તો છે પરંતુ કોઈ તેમના ઢાબામાં આવતું ન હતું પરંતુ વિડીયો વાયરલ થયા બાદ તેમનો ઢાબો ચાલવા માંડ્યો હતો,તેમજ બીજા એક વિડીયો વાયરલ થયો હતો જે મોરબી નો હતો જેમાં પોતાના બાળકે જ પોતાના પિતાનો હાથ તોડી નાખ્યો હતો.પછી તે તેની પત્ની સાથે ચા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.

જયારે હવે આનું ઉલટું થયું છે.આ વિડીયોમાં અલગ છે.તમે ‘અન્નદાન એ મહાદાન’ આ કહેવત તો સાંભળી જ હશે,પરંતુ તમારે સાર્થક થતી જોવી હોઈ તો એ માટે તમારે મોરબીમાં બચુકાકા કા ઢાબામાં જવું પડશે. જ્યાં 72 વર્ષના બચુકાકા 40 વર્ષથી ભુખ્યાઓને ભોજન આપે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.