મોરબીના કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાઇરલ, હોસ્પિટલો ફુલ કારખાનામાં થાય છે સારવાર..

806
Published on: 12:07 pm, Sat, 3 April 21
  • મોરબીમાં સારવારને લઈને ગંભીર સ્થિતિ
  • શ્રમિકોને સીરામીક યુનિટના શેડમાં સુવડાવીને કરી સારવાર
  • હોસ્પિટલમાં બેડની સુવિધા ન હોવાથી શેડમાં અપાઈ સારવાર
  • વાયરલ વીડિયો કેપ્શન સિરામિક ફેક્ટરીનો હોવાનું બહાર આવ્યું

મોરબીમાં શ્રમિકોને સીરામીક યુનિટના શેડમાં સુવડાવીને ખુલ્લામાં કોરોનાની સારવાર અપાઈ રહી હોવાના વીડિયોની નવી માહિતી મળી છે. મોરબીનો જે વીડિયો સામે આવ્યો છે. તેમાં કોરોનાના દર્દીઓને ખુલ્લામાં સારવાર અપાઈ રહી હોવાનો દાવો કરાયો છે. પરંતુ જ્યારે જે સ્થળ પર સારવાર અપાઈ હતી. તે જગ્યા મોરબીની કેપશન સીરામીકના યુનિટનો શેડ છે.

અનેક દર્દીઓને ખુલ્લામાં સારવાર આપવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થયો.

મોરબી ના વિવિધ સિરામિકના કારખાનાની તપાસના અંતે આ વાયરલ વીડિયો કેપ્શન સિરામિક ફેક્ટરીના હોવાનું બહાર આવ્યું છે. આ દર્દીઓ કોરોનાના નહી પરંતુ તાવ, શરદી, ઉધરસના હોવાની સાથે હોસ્પિટલમાં જગ્યા નહી હોવાની સાથે બે દિવસ અગાઉ ફેક્ટરી ખાતે ડોક્ટરે વિઝીટ કરીને શ્રમીકોની સારવાર કરાઇ હોવાનું ફેક્ટરી માલિક અરૂણ પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. હાલમાં તમામ દર્દીઓની સ્થિતી સ્થિર હોવાની સાથે સાથે તેઓ હરી ફરી રહ્યા હોવાનું પણ માલિકે જણાવ્યું છે.

કેપશન સિરામીક કંપનીના માલિકે કહ્યું કે, આ લોકોના કોરોના ટેસ્ટ નેગેટીવ

મોરબી સીરામીકના યુનિટમાં કેટલાક લોકોને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે VTV દ્વારા આ મામલે તપાસ કરતા અંતે સત્ય સામે આવ્યું છે. આ વીડિયો મોરબીના કેપશન સીરામીકનો હોવાનું સામે આવ્યું હતું. કેપશન સીરામીકના માલિક અરુણ પટેલ સાથે વાતચીત કરી હતી.

ફેક્ટરી માલિકે તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવ્યું

આ વીડિયો કેપ્શન સિરામિકનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીની વિવિધ સિરામિક કારખાનાની તપાસના અંતે આ વાયરલ વીડિયો કેપ્શન સિરામિક ફેક્ટરીનો હોવાનું બહાર આવ્યું છે. અને આ દર્દીઓ કોરોનાના નહીં પરંતુ તાવ, શરદી, ઉધરસના હોવાની સાથે હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી બે દિવસ અગાઉ ફેક્ટરી ખાતે ડોક્ટરને વિઝીટ કરાવી શ્રમિકોની સારવાર કરાઇ હોવાનું ફેક્ટરી માલિક અરુણ પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતુ. અને હાલમાં તમામ દર્દીઓની હાલત પણ સ્થિર હોવાનું જણાવ્યું હતુ.

જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે, પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317