રાહત : ગુજરાતમાં આજથી આંશિક લૉકડાઉનમાં થોડી વધારે છૂટછાટ, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ…

1354
  • આંશિક લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ
  • શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ થશે
  • સરકારની એસઓપી (SOP) સાથે જ આ છૂટછાટને માણવી આપણા માટે હિતાવહ છે.
  • ખાનગી-સરકારી ઓફિસોમાં 100 ટકા સ્ટાફ
  • જાણો શું ખૂલશે અને શું રહેશે હજી બંધ

ગુજરાતમાં આજથી એટલે 7મી જૂનથી કોરોના વાયરસને કારણે લાદેલા આંશિક લૉકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે ગુજરાતીઓને વધારે સંભાળવું પડશે. થોડી પણ બેદરકારી કે ગફલત ફરીથી મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. જેના કારણે સરકારની એસઓપી સાથે જ આ છૂટછાટને માણવી આપણા માટે હિતાવહ છે. નોંધનીય છે કે, કોરોના સંક્રમણનાં આંકડા ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યાં છે.

gujarat lockdown: Latest News & Videos, Photos about gujarat lockdown | The  Economic Times - Page 1

ગુજરાતમાં આજથી શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણની શરૂઆત થઈ છે. જ્યારે શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે. તો તમામ ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે શરૂ થયાં છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું, તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.

ST Buses freeze wheels due to stir in North Gujarat

એસટી, સિટી બસ 50 ટકા પેસેન્જર સાથે ચાલુ રહેશે

આજથી એસટી, સિટી બસ 50 ટકા પેસેન્જર સાથે ચાલુ રહેશે.જોકે સ્વિમિંગ પૂલ, જિમ, કોચિંગ ક્લાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચાઓ, સ્પા બંધ રહેશે.જ્યારે ધાર્મિક સ્થળો બંધ રહેશે, માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે.તેમજ કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો યોજાશે નહીં.

તેમજ કોઇપણ વ્યક્તિ થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેમજ બસના દરેક કર્મચારીને ફરજ ઉપર હાજર કરતાં પહેલાં શરદી, ખાંસી, તાવ માટેનું ચેકિંગ કરવામાં આવશે. થર્મલગનથી શરીરનું ટેમ્પરેચર તપાસવામાં આવશે. જો તે યોગ્ય જણાશે તો જ તેને ફરજ ઉપર ગોઠવવામાં આવશે.

61% students left out of Study from Home campaign by state govt: Survey |  Cities News,The Indian Express

આજથી શું ખૂલશે?

આજથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થશે જેમાં 100 ટકા કર્મચારીઓની હાજરી રહેશે. જોકે, વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. કોઇપણ વિદ્યાર્થીને શાળાએ ન બોલાવવા રાજ્ય સરકારે આદેશ આપ્યા છે.

આ સાથે આજથી સરકારી તેમજ ખાનગી કચેરીઓ 100 ટકા કર્મચારીઓને બોલાવી શકશે.

રાજ્યમાં એસટી, સીટી બસ 50 ટકા પેસેન્જર સાથે શરૂ થશે જેમાં તમામે માસ્ક પહેરવું અનિવાર્ય છે.

આ ઉપરાંત આજથી તમામ પ્રકારના ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ રખાશે.

ઓનલાઈન શૈક્ષણિક સત્રની થઈ શરૂઆત

આજથી શાળાઓમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. 100 ટકા શિક્ષકો સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. શિક્ષકોએ સ્કૂલમાં પહોંચી ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા. ત્યારે અમદાવાદની વિજયનગર સ્કૂલમાં વેકેશન બાદ પહેલો લેક્ચર લેવામાં આવ્યો હતો.

શું હજી બંધ રહેશે?

આ છૂટછાટમાં હજી મંદિરોમાં ભક્તોને આવવાની મંજૂરી આપવામાં આવી નથી. મંદિર સહિતના ધાર્મિક સ્થાનો બંધ રહેશે. મંદિરમાં માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે.

કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો નહીં યોજાય.

સ્વિમીંગ પુલ,જિમ, કોચિંગ કલાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા બંધ રહેશે.

Man Puts Up Gujarat's Statue of Unity for Sale on OLX to Meet Govt's  Covid-19 Expenses, Case Filed

આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી થશે શરૂ 

આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે હવે આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કોરોના ગાઈડલાઈન સાથે પ્રાવસીઓને પ્રવેશ અપાશે. પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317