સુરત : મોટા વરાછાથી વેલંજા જતા લોકોને ચાકુની અણીએ લૂંટ મચાવનારા લબરમૂછિયા ઝડપાયા

954
Published on: 6:26 pm, Sat, 14 November 20
સુરત ગુજરાત
સુરતના મોટા વરાછાથી વેલંજા જતા લોકોને અટકાવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા બે કિશોર સહિત 4ને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ

સુરતમાં થોડા દિવસોથી મોટા વરાછાથી વેલંજા જતા રોડ પર અને રાબદારીઓ લૂંટાયા હતા. મોબાઇલ સ્નેચીંગ અને ચપ્પુની અણીએ લોકોના રોકડ અને કિંમતી સામાનની લૂંટની ઘટનાઓ સામે આવી હતી. તેવામાં આ ગુનાઓને અટકાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ મેદાને લાગી હતી અને આ ગુનાખોરી સાથે સંકળાયેલા ઇસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે આજે લૂંટ મચાવતા શખ્સોને ઝડપી પાડ્યા છે. આ લૂંટની ઘટનામાં કુલ 4 શખ્સો ઝડપાયા છે. ઝડપાયા પૈકીના 2 શખ્સો સગીર છે.

બનાવની વિગત એવી છે કે  થોડા દિવસોથી મોટા વરાછાથી વેલંજા જતા લોકોને લૂંટી લેવાની ઘટનામાં વધારો થતાં પોલીસે કાર્યવાહી કરી છે. અમરોલી અને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે બાઈક પર જતા લોકોને ચપ્પુની અણીએ ડરાવી, ધમકાવી, ઈજા કરી રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ગુનો કરનારી ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે કિશોર સહિત કુલ 4 ઝડપાયાપોલીસે પેટ્રોલિંગ કરવાની સાથે બાતમીના આધારે પુણા સિમાડા કેનાલ રોડ પરથી વિજય ઉર્ફે વોન્ટેડ ઉર્ફે કાલીયા વિનુભાઈ વાઘેલા, રહે. ઘર નંબર 16 સાંઈનાથ સોસાયટી કાપોદ્રા ચોકડી પાસે મૂળ વતન સરખડિયા, તા.સિંહોર, જિ.ભાવનગર અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રવિણ ચૌહાણ  રહે. બિલ્ડીંગ નંબર 6 જનતા એપાર્ટેમેન્ટ ગાયત્રી સોસાયટીની સામે વરાછા મૂળ વતન ભોજાવદરગામ, તા.ઉમરાળા, જિં. ભાવનગર તેમજ બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ 3 તેમજ છોર તથા સ્પલેન્ડર મોટસાયકલ સહિત કુલ 51,500ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવાળીમાં કમાવાના ઈરાદે લૂંટ ચલાવતાપકડાયેલા કિશોરોએ પોલીસને પૂછપરછમાં કહ્યું કે, આગામી દિવાળીનો તહેવાર હોવાથી રૂપિયા કમાઈ લેવાના હેતુથી રાત્રિના સમયે એકલ દોકલ વાહન ચાલકોને એકાંત સ્થળે રોકી લઈ ચપ્પુની અણીએ ડરાવી ધમકાવી લૂંટી લેવાના ઈરાદે તોએ સાગરીતો સાગર ઉર્ફે એસ.ડી. સોલીંકી તથા જાહીર ઉર્ફે જયલો પઠાણ સાથે મળી છ જણાએ મોપેડ અને બાઈક પર ત્રિપલ સવારી બેસી અમરોલી અને કામરેજ વિસ્તારમાંથી વાહનચાલકો પાસેથી લૂંટ ચલાવી હતી.

કિશોરોએ કરેલી કબૂલાતના આધારે અમરોલીના બે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ એમ કુલ પાંચ લૂંટના ગુનાનો ભેદ ઉકલવામાં ઓપીલને સફળતા મળી છે. હાલ પોલીસે આ ગુનામાં ફરાર આરોપીઓને પણ ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ