ખજાનો! મધ્ય પ્રદેશમાં ખોદકામ દરમિયાન 250 વર્ષ જૂના ચાંદીના 2,484 સિક્કા ભરેલો કળશ મળ્યો

890
Published on: 6:34 pm, Fri, 2 October 20

મધ્ય પ્રદેશ

ખજાનો! મધ્ય પ્રદેશમાં ખોદકામ દરમિયાન 250 વર્ષ જૂના ચાંદીના 2,484 સિક્કા ભરેલો કળશ મળ્યો

મધ્ય પ્રદેશના બડવાનીમાં ઝંડા ચોક વિસ્તારમાં ધર્મશાળામાં ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા ભરેલો તાંબાનો કળશ મળી આવ્યો છે. જોકે, સિક્કાની વહેંચણીને લઇને વિવાદ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે, જેના પગલે પોલીસે કળશ જપ્ત કરી લીધો છે. એસડીઓપી રૂપરેખા યાદવે જણાવ્યું કે આ મામલે એક શખસની ધરપકડ કરાઇ છે. કળશમાંથી ચાંદીના 2,484 સિક્કા નીકળ્યા છે, જે 250 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. સિક્કાનું કુલ વજન 27 કિલો 300 ગ્રામ છે જ્યારે કળશ 3 કિલો 200 ગ્રામ વજનનો છે.

સિક્કાની અંદાજિત કિંમત 14 લાખ રૂપિયા છે. કળશ પર સંવત 1880 લખેલું છે. પુરાતત્વ વિશેષજ્ઞ ડૉ. આર. સી. ઠાકુર અને સેવાનિવૃત્ત પુરાતત્વ અધિકારી પ્રવીણ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ સિક્કા ગ્વાલિયર હોલકર સ્ટેટના છે, જે સંવત 1200માં ઉજ્જૈન અને મહેશ્વરની ટંકશાળમાં બન્યા હતા. આ સિક્કા પર અરબી અને ફારસી ભાષામાં કંઇક લખેલું છે તેમ જ સૂર્ય, પાંદડાં, તલવાર અને શિવલિંગ પણ બનાવેલા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ