નવું ટેન્શન : કોરોનામાંથી સાજા થયેલા અનેક દર્દીઓ મ્યુકરમાઇકોસીસની લપેટ માં, 50 દિવસમાં 100 કેસ…

1405
Published on: 2:44 pm, Fri, 7 May 21
  • કોરોનાથી રિકવર થયેલા દર્દીમાં આડ અસર
  • ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીને સાઈડ ઈફેક્ટ : 10 દર્દીએ ગુમાવી આંખોની રોશની
  • મ્યુકરમાઇકોસિસના 40 કેસ નોંધાયા, લોકોને ઈન્જેક્શન મેળવવામાં થઈ રહી છે મુશ્કેલી
  • આંખ ન કાઢવાની જીદ કર્યા બાદ 3નાં મોત, ફૂગ પ્રસરતા અનેક અંગોને હાનિ
  • 8 હજારના એક એવા 4થી 5 ઇન્જેક્શન મૂકવા પડે છે

માંડ માંડ કોરોનાથી મહદ અંશે રાહત અનુભવી રહેલા લોકોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કારણ કે સુરત સહિત રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ  બીમારીએ માથું ઊંચક્યું છે.મ્યુકરમાઇકોસીસ નામની બીમારી એક પ્રકારનું ફંગલ છે.જે ખૂબ જ ઝડપથી પ્રસરી છે.ખાસ કરીને કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને વધુ જોખમ આ બીમારીથી રહેલું છે. જેથી સમયસર તબીબી સારવાર મળી રહે તો આ બીમારીથી બચી શકાય છે.

કોરોનાના બીજા વેવમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ આવી રહ્યાં છે. વડોદરાના વિવિધ ઇ એન્ડ ટી અને સંક્રમણના તજજ્ઞોના જણાવ્યા મુજબ છેલ્લા 50 દિવસમાં જ મ્યુકોરમાઇકોસિસના 100થી વધુ કેસો આવ્યા છે. જ્યારે તે પૈકીના 20ના મોત નિપજ્યાં છે. આ જીવલેણ રોગમાં આંખો, ગાલ નીચેના ભાગમાં સોજા, તાવ અને શરીરમાં દુ:ખાવા સાથે આવતાં આ દર્દીઓ પૈકીના તમામ અગાઉ કોરોના સામેની ઝીંક ઝીલી ચૂક્યા હતા અથવા કોરોના મટવાના આરે હતો અને સાથે જ આ રોગ લાગૂ પડ્યો હતો.

સુરતમાં હાલ કોરોનામાંથી લોકોને આંશિક રાહત મળી છે.સુરતમાં મૃતયાંક પણ ઘટ્યો છે.જેના પગલે તંત્ર અને લોકોએ પણ  રાહત અનુભવી છે.જો કે આ વચ્ચે મ્યુકરમાઇકોસીસ બીમારીએ માથું ઊંચક્યું છે. જે બીમારી કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.શહેરના તબીબો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હમણાં સુધી 200 જેટલા કેસ હાલ આવી ચુક્યા છે. જે કેસોમાં વધારો થવાની સંભાવના છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગહાલ ચાલીસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

ભાવનગરમાં કોરોનાથી રિકવર થયેલા દર્દીમાં આડ અસર

ભાવનગર જિલ્લામાં કોરોનાના કહેર ની વચ્ચે કોરોનામાંથી મુક્તિ મેળવનારો માટે એક નવી આફત ઉભી થાવ પામી છે ખાસ કરી ને ડાયાબીટીશ અને હાઈ  બી પી ના દર્દીઓ કે જેમને કોરોના પોઝિટિવ બાદ સારું થઇ ગયું હોઈ પરંતુ આ દર્દીઓને કોરોના સમયે અપાયેલા ઇન્જેક્શનો અને દવાઓ ના કારણે તેની સાઈડ ઇફેક્ટ થવા પામી છે જેમાં ભાવનગર માં 10 જેટલા લોકો ને આંખો ની રોશની  ગુમાવવાનો તેમજ તેમજ જડબામાં ફન્ગલ ઇન્ફેક્શનના કારણે  ગળામાં તેમજ તાળવા ને નુકશાન થવાના બનાવો બનતા તંત્ર અને તબીબો માટે ચિંતાનો વિષય પેદા થવા પામ્યો છે.

મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ લાગ્યા બાદ આંખ ત્રાંસી થઇ જાય છે.

ડાયાબિટીઝના દર્દીને જોખમ વધારે

મ્યુકોરમાઇકોસિસ ફુગ સામાન્ય છે અને સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને અસર કરતી નથી. પણ કોરોનાની સારવાર દરમિયાન અપાતા સ્ટીરોઇડના હાઇ ડોઝ ડાયાબીટિસ ધરાવતા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પાડે છે અને આ ફુગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે. શહેરમાં ગત માર્ચના પહેલા પખવાડિયા બાદ મ્યુકોરમાઇકોસિસના કેસો પણ ઝડપથી વધ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મ્યુકોરમાઇકોસિસ પહેલાવેવમાં 100 લોકોને થયો હતો.

દરરોજ 5 ઈન્જેક્શન લેવા પડે, 1 ઈન્જેક્શનની કિંમત 7500 જેટલી છે

આ રોગ નો ભોગ બનેલાને ફરિજયાત ઓપરેશન કરાવવું પડે છે જેમાં દરરોજના 5 ઇન્જેક્શન લેવા પડે છે જેની 1 ની કિંમત રૂપિયા 7500 જેવી છે અને હાલ આ ઇન્જેક્શન મળવા પણ મુશ્કેલ બનાયા છે તેમ દર્દીઓના સબન્ધીનું કહેવું છે.

આ લક્ષણો આવે તો ચેતી જાઓ

તાળવાના ભાગે ચાંદા પડે, તાળવાનો ભાગ કાળો પડે.

આંખમાં દુ:ખાવો થાય, ઝડપથી આંખને ખોલ-બંધ કરી શકો નહીં.

ખાંસી, શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નીકળવાનું શરૂ થાય.

કેટલાક દિવસ બાદ આંખની નીચેનો ભાગ, ગાલના ભાગ પર સોજો આવે.

આ અંગો લાલાશ પડતા થવાના શરૂ થાય અને માથું સખત દુ:ખવાનું શરૂ થાય.

The staff of 108 said ... there is no space in Gotri, we will be taken out  | 108ના કર્મીએ કહ્યું, 'હોસ્પિટલની બહાર ઉતારી દઈશું', તો કોંગ્રેસના નેતાને  ફોન કરી રડતાં-રડતાં ...

8 હજારના એક એવા 4થી 5 ઇન્જેક્શન મૂકવા પડે છે

સંક્રમણ તજજ્ઞ ડો. હિતેન કારેલિયા કહે છે કે, સાદા ઇન્જેકશનથી કિડનીને અસર થાય છે તેથી 7થી 8 હજારના એક એવા 4થી 5 ઇન્જેક્શન રોજ મૂકવા પડે છે. વળી સારવાર એકથી દોઢ મહિનો ચાલે છે. જેના પગલે ખર્ચ લાખોમાં થઇ જાય છે. આ ઉપરાંત ફેફસા, મગજ, આંખ-કાન-નાકના સ્પેશિયાલિસ્ટની પણ જરૂર પડે છે.’

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317