Home મહારાષ્ટ્ર ડ્રગ્સ કનેક્શન મામલે બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે પણ પોલીસના દરોડા

ડ્રગ્સ કનેક્શન મામલે બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે પણ પોલીસના દરોડા

953
Published on: 6:49 pm, Thu, 15 October 20

મુંબઈ બેંગ્લોર

બેંગ્લોરની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ પોલીસ ડીપાર્ટમેન્ટે (CCB)એ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે કથિત ડ્રગ કનેક્શન મુદ્દે છાપો માર્યો છે.

બેંગ્લોર ક્રાઈમ બ્રાન્ચે અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે મુંબઈમાં તેના સંબંધી આદિત્ય અલ્વાની શોધમાં વિવેકના ઘરે તપાસ કરી હતી. કન્નડ ફિલ્મ મેકર ઇન્દ્રજીત લંકેશ દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રગ રેકેટમાં આદિત્ય અલ્વા મુખ્ય આરોપી છે.

આ માટે CCBએ કોર્ટ વોરંટ મેળવીની વિવેકના ઘરની તલાશી લીધી હતી.

બોલિવૂડ ડ્રગ્સ મામલે એક્ટર વિવેક ઓબેરોય (Vivek Oberoi)નાં ઘરની તલાશી લેવામાં આવી છે. અધિકારી કથિત રૂપથી સંબંધી આદિત્યની તપાસ કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, બેંગલુરુ CCB (સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસે બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયને મુંબઇમાં તેમનાં સંબંધી આદિત્ય અલ્વા (Aditya Alva)ની શોધ માટે તેનાં ઘરે રેઇડ પાડી હતી.

JD(S)ના પૂર્વ મિનિસ્ટર સ્વર્ગસ્થ જીવરાજ અલ્વાનો પુત્ર આદિત્ય વિવેક ઓબેરોયનો સંબંધી છે. તે આ કેસમાં મુખ્ય આરોપી છે અને 4 સપ્ટેમ્બરથી પોલીસના પકડથી દુર છે. આ કેસમાં અત્યાર સુધી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અલ્વા, કન્નડ ફિલ્મ નિર્માતા ઇંદ્રજીત લંકેશ દ્વારા ખુલાસા કરવામાં આવેલાં કથિત ડ્રગ રેકેટનાં પ્રમુખ આરોપીઓમાંથી એક છે. સૂત્રો અનુસાર CCB અધિકારીઓએ મુંબઇમાં વિવેક ઓબેરોયનાં ઘરની તલાશી લીધી હતી આ માટે કોર્ટનું વોરંટ હાંસેલ કરવામાં આવ્યું હતું જેથી માલૂમ થઇ શકે કે, અલ્વા તેની બહેન પ્રિયંકાનાં ઘરે છુપાયો છે કે નહીં, અલ્વા ત્યારથી ફરાર છે જ્યારે પોલીસે સેન્ડલવુડ સ્ટાર રાગિણી દ્વિવેદીનાં ઘરે રેઇડ પાડી હતી.

શું છે સેન્ડલવુડ ડ્રગ રેકેટ?

હત્યા કરાયેલ પત્રકાર ગૌરી લંકેશના ભાઈ ઇન્દ્રજીત લંકેશે આ સેન્ડલવુડ ડ્રગ રેકેટ એક્સપોઝ કર્યું છે જેમાં તેણે બે અભિનેત્રીઓ ઉપર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પોલીટીકલ લોબીને કારણે તેમની સામે કોઈ પગલા નથી લેવામાં આવી રહ્યા.

 NCBએ બેંગ્લોરમાં છાપા મારીને આ આરોપી પેડલરો પાસેથી LSD, MDMA, Ecstasy, ગાંજો જેવા 1.25 કરોડના ડ્રગને કબજે કર્યું હતું જે ડ્રગ યુવાનોને વેચવાની યોજના હતી. આ ડ્રગ સ્કેન્ડલની સાથો સાથ અત્યારે NCB સુશાંત સિંહ રાજપૂતના કેસની પણ તપાસ કરી રહ્યા છે.

હત્યા કરાયેલ પત્રકાર ગૌરી લંકેશના ભાઈ ઇન્દ્રજીત લંકેશે આ સેન્ડલવુડ ડ્રગ રેકેટ એક્સપોઝ કર્યું છે જેમાં તેણે બે અભિનેત્રીઓ ઉપર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પોલીટીકલ લોબીને કારણે તેમની સામે કોઈ પગલા નથી લેવામાં આવી રહ્યા. NCBએ બેંગ્લોરમાં છાપા મારીને આ આરોપી પેડલરો પાસેથી LSD, MDMA, Ecstasy, ગાંજો જેવા 1.25 કરોડના ડ્રગને કબજે કર્યું હતું જે ડ્રગ યુવાનોને વેચવાની યોજના હતી. આ ડ્રગ સ્કેન્ડલની સાથો સાથ અત્યારે NCB સુશાંત સિંહ રાજપૂતના કેસની પણ તપાસ કરી રહ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ