મુંબઈ : લાલબાગ વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ 60 માળની બિલ્ડિંગમાં 19 માં માળે લાગી આગ..

706
Published on: 5:42 pm, Fri, 22 October 21
આગથી બચવા માટે એક વ્યક્તિ 10 મિનિટ સુધી ગ્રિલ સાથે લટકી રહી
19મા માળેથી વ્યક્તિના પડવાન ભયાનક વીડિયો પણ સામે આવ્યો

સાઉથ મુંબઈના કરી રોડ વિસ્તારમાં 60 માળના અંડર કંસ્ટ્રક્શન બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડનાં 15 વાહન આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 19મા માળે લાગેલી આગ 17મા અને 20મા માળ સુધી પહોંચી ગઈ છે.

https://api.mantavyanews.com/wp-content/uploads/2021/10/mumbai-fire.jpg

આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. એમાં આગથી બચવા માટે 19મા માળે ગ્રિલ પર એક માણસ 10 મિનિટ સુધી લટકતો જોવા મળે છે. દરમિયાન તેનો હાથ છટકી ગયો અને નીચે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ પણ જાણકારી સામે આવી રહી છે કે આ બિલ્ડિંગની ફાયર સિસ્ટમ બે વર્ષથી બંધ હતી, પરંતુ સોસાયટીએ આ વિશે BMCને કોઈ જાણકારી આપી નહોતી. જે વ્યક્તિનું મોત થયું તે બિલ્ડિંગનો સિક્યોરિટી ઈન્ચાર્જ હતો. BMCએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે.

ફાયરબ્રિગેડ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, આગની જાણ અવિઘ્ના પાર્ક બિલ્ડિંગમાં સવારે 11.51 વાગ્યે થઈ હતી. ત્યાર બાદ નજીકના ફાયરબ્રિગેડ સ્ટેશનથી આગને કાબૂમાં લેવા ઘટનાસ્થળે 15 ફાયરબ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી છે. ફાયરબ્રિગેડ સતત બિલ્ડિંગ ખાલી કરવા અને આગ બુઝાવવાનું કામ કરી રહી છે.

મુંબઈ ફાયર વિભાગે માહિતી આપી છે કે, ભીષણ આગ જોઈ 30 વર્ષના અરુણ તિવારી નામનો યુવક બાલ્કનીમાંથી લટક્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. અરુણના નીચે પડવાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317