સગી દીકરીને મારવા પેહલા ઝેરી ઈન્જેકશન આપ્યું, મોત ના થયું તો કેનાલમાં ફેંકી દીધી, જાણો શું હતું કારણ ??.

1116
Published on: 1:52 pm, Wed, 14 July 21

• લગ્ન કરવામાં દીકરી નડી રહી હતી
• પહેલાં પણ મારવાની કોશિશ કરી હતી
• કેનાલના સંપ પર લઈ જઈ દીકરીને ધક્કો માર્યો

ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને જોઈ પોલીસ પણ એક સમય માટે ચોંકી ગઈ હતી અને તપાસ કરી તો અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ગુમ થયેલી બાળકી મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

ahmedabad news ahmedabad murder father killed the daughter to marry for the  third time– News18 Gujarati

સાણંદ તાલુકાના ખોડા ગામના આધેડ યુવકે પોતાને ત્રીજા લગ્ન કરવા હોઈ પોતાની 7 વર્ષીય દીકરીને કારણે લગ્ન થતા ન હોય પોતાની જ દીકરીને હાંસલપુર નજીક કેનાલમાં ધક્કો દઈ મોત નીપજાવ્યું હોવાની ધ્રુણાસ્પદ અને ચકચારી ઘટના સામે આવી છે.

સાણંદ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ દેવીપુજક નામના એક વ્યક્તિ પહોંચીને પોતાની સાત વર્ષની દીકરી ગુમ થઇ ગઇ હોવાની જાણ કરી હતી. ધર્મેશ વારંવાર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન બદલી રહ્યો હતો. પહેલા કહ્યું, મારી દીકરી ગુમ થઈ ગઈ છે, પછી કીધું કે તેનું અપહરણ થઈ ગયેલ છે, પરંતુ ધર્મેશની વાત પોલીસના ગળે ઉતરી ન હતી અને dysp કેટી કામરીયાના સુપર વિઝન હેઠળ, સાણંદ PI એચ.બી. ગોહિલ, તથા psi ગોવિંદ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા ઉલટ તપાસ કરી તો હકીકત કાંઈ અલગ જ સામે આવી અને જે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

સાણંદમાં દીકરીને મારવા ઝેરી ઈન્જેકશન આપ્યું, મોત ન થયું તો વિરમગામ પાસે કેનાલમાં  ફેંકી, કારણ જાણી ચોંકી જશો

પહેલાં પણ મારવાની કોશિશ કરી હતી
ગત તા 5 જુલાઈના રોજ પ્રિયંકાને મારવા મેડિકલ સ્ટોરમાંથી જીવજંતુ મારવાની દવા તથા ઇન્જેક્શન ખરીદી રાત્રીના બારેક વાગ્યે પ્રિયંકા સુઇ જતા દવા ઇન્જેક્શનમાં ભરી મારી દિકરી પ્રિયંકાને મારી નાંખાવા માટે તેના થાપા પર ઇન્જેક્શન આપ્યું હતું. પરંતુ તેની કોઇ અસર ન થતાં તેનું મોત થયું ન હતું.બાદ તા.8ના રોજ ઘનશ્યામ દીકરીને લઇ સાણંદ બસ સ્ટેન્ડથી વિરમગામની બસમાં બેસી હાંસલપુર ચોકડી ખાતે ગયો હતો અને ત્યાં મારી દિકરીને લઇ નીચે ઉતરી ગયો હતો.

ફરિયાદ આપવા આવેલો ધર્મેશ ફરિયાદી નહીં પરંતુ આરોપી તરીકે સાબિત થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ધર્મેશ મૂળ આણંદનો રહેવાસી છે અને સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કરે છે. આરોપી ધર્મેશના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ, બન્ને છુટા છેડા થયા છે અને તેને અન્ય એક લગન કરવા હતા. પરંતુ, પ્રથમ પત્નીથી થયેલી આ પુત્રીના કારણે ત્રીજા લગ્ન થઇ શકતા ન હતા, જેથી તેણે તેની હત્યાનો પ્લાન બનાવી દીધો.

સાણંદમાં દીકરીને મારવા ઝેરી ઈન્જેકશન આપ્યું, મોત ન થયું તો વિરમગામ પાસે કેનાલમાં  ફેંકી, કારણ જાણી ચોંકી જશો

બાદમાં પ્રિંયકાની લાશ પણ લખતર કેનાલમાંથી મળી આવતાં વિરમગામ રૂરલ પોલીસમાં ગુનો નોંધાયો હતો. બાદમાં આ ઘનશ્યામ ગત તા 12 જુલાઈ સોમવારે જાતે જ સાણંદ પોલીસ સ્ટેશને જઈ પોતાની દીકરીને કોઈ ઉઠાવી ગયું હોવાની મનઘડંત વાર્તા બનાવી હતી. જેથી સાણંદ પોલીસને શંકા જતા કડક પુછપરછ હાથ ધરતા ઘનશ્યામ ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. પ્રિયંકાની માં અને ઘનશ્યામની પ્રથમ પત્ની ધોળકાના ઉતેળિયામાં રહેતી રીનાની ફરિયાદને આધારે સાણંદ પોલીસે ગુનો નોંધી ઘનશ્યામને જેલ હવાલે કર્યો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317