સુરત : નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં નહી આવે તો PAAS ઉગ્ર આંદોલન કરશે, ક્લેક્ટરને આવેદનપત્ર આપી સુત્રોચ્ચાર કરાયો

1472
Published on: 1:46 pm, Tue, 2 March 21
પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત 

અમદવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડીયમનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હોવાથી સુરતમાં પાસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. સુરત કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં પાસના કાર્યકતાઓ પહોચ્યાં હતા. પાસ દ્વારા સુત્રોચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ ઝડપથી યથા સ્થિત ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું છે. સુરતમાં પાસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સુરત કલેક્ટર કચેરીએ મોટા પ્રમાણમાં પાસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. પાસ દ્વારા સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝડપથી યથા સ્થિતી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

પાસના કાર્યકરો દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરાયો હતો.

અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. જેનો પાસ પહેલાથી જ વિરોધ કરી રહ્યું છે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, દેશની ધરોહર સમાન દેશના મહાપુરૂષોનાં નામની સાથે અનેક દેશના ઇતિહાસ જોડાયેલા છે. ગુજરાત સરકાર ઇતિહાસ સાથે ચેડા કરી રહી છે. જેમાં કેન્દ્ર સરકારનો પણ સાથ મળી રહ્યો છે. જે પ્રકારે સ્ટેડિયમનું નામ બદલાયું છે તે રાષ્ટ્રપુરૂષનું અપમાન છે. આ દેશના ઇતિહાસનું અને દેશની સંસ્કૃતિનું અપમાન છે.

ધાર્મિક માલવિયાના અનુસાર આવેદન આપી અમે આ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ રાખવા માટેની માંગ કરી છે. આ ઉપરાંત જો સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ કરવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન કોઇ પણ સ્થિતી સર્જાય તો તેના માટે માત્ર અને માત્ર ગુજરાત સરકાર જ જવાબદાર રહેશે.

ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ આપવાની માંગ કરાઈ

ઈતિહાસ અને દેશની સંસ્કૃતિનું અપમાન છે: ધાર્મિક

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરવામાં આવતા સુરતમાં પાસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, દેશની ધરોહર સમાન, દેશના મહાપુરુષોના નામની સાથે અને કંઇકને કંઈક આ દેશના ઈતિહાસ સાથે ગુજરાત રાજ્ય સરકાર ચેડા કરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડીયમનું નામ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરવામાં આવ્યું છે, તે રાષ્ટ્ર પુરુષનું અપમાન છે. આ દેશના ઈતિહાસનું અને દેશની સંસ્કૃતિનું અપમાન છે.

આંદોલનની આપી ચીમકી

ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવેદન આપી અમે આ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ ચીમકી આપી હતી કે, જો આ સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ રાખવામાં નહી આવે તો સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317