સુરતના નાનપુરામાં મેકઅપ મેને બેકારી અને આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી,સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

498
Published on: 6:00 pm, Wed, 4 November 20

સુરત ગુજરાત

ઝેરી દવા પીધા બાદ 108માં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

શહેરમાં કોરોના વાયરસ મહામારી વચ્ચે છેલ્લા સાત મહિનાથી બેકાર બનેલા યુવાને માનસિક તાણ અને આર્થિક સંકડામણને લઈને આવેશમાં આવી પોતાના ઘરમાં રૂમ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ઝેરી દવા પીધાના ચાર કલાક બાદ પરિવારને પોતે ઝેરી દવા પીધી હોવાની વાત કરતા અને પોતે જીવવાની ચાહ બતાવતા પરિવારે યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનું થયું કરુણ મોત નીપજ્યું હતું.

પ્રદિપ મેકઅપ મેન તરીકે કામ કરતો હતો
મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારી વચ્ચે લોકોના કામ કાજ બંધ થઇ જતા લોકો આર્થિક મુશ્કેલીમાં મૂકવા સાથે બેકાર બન્યા હતા. જોકે જેને લઈને પોતાના પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ થતા કેટલાક લોકોએ આપઘાત જેલા ગંભીર પગલાં ભર્યા છે. ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં પ્રદિપ અરવિદભાઈ દોષી મેકઅપના (Makeup Man) કામકાજ સાથે જોડાયેલો હતો.

નાનપુરામાં મેકઅપ મેને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. છેલ્લા સાત મહિનાથી બેકાર પ્રદીપે આર્થિક મંદી અને માનસિક તણાવમાં ઝેરી દવા પીધા બાદ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. રૂમમાં બંધ થઇ ઝેરી દવા પીનાર પ્રદીપે ચાર કલાક બાદ દરવાજો ખોલતાની સાથે જ કહ્યું મેં ઝેરી દવા પીધી છે પણ મારે જીવવું છે હોસ્પિટલ લઈ જાઉં કહેતા બનેવી 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતાં.

દવા પી રૂમના દરવાજો અંદરથી બંધ કરેલો
રાજુભાઇ (મરનારના બનેવી) એ જણાવ્યું હતું કે, પ્રદીપ અરવિદભાઈ દોષી ઉ.વ. 30 (રહે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ ભાટિયા સ્ટ્રીટ નાનપુરા) મેકઅપના કામકાજ સાથે જોડાયેલો હતો. જાન્યુઆરી 2020 મા જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. જોકે ફેબ્રુઆરીમાં મહામારી બાદ લાગેલા લોકડાઉનમાં કામકાજના ઓર્ડર આવતા બંધ થઈ ગયા હતા. આવતી કાલે કામ મળશે એની આશામાં 7 મહિનાથી સુધી આર્થિક ભીંસ વચ્ચે જીવનના કપરા દિવસો કાઢતા પ્રદીપે આખરે હતાશ થઈ રવિવારની સવારે પોતાના જ ઘરના રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી ઝેરી દવા પી લીધી હતી.

જાન્યુઆરી 2020માં જ થયા હતા પ્રદિપના લગ્ન
જાન્યુઆરી 2020માં જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. જોકે ફેબ્રુઆરીમાં મહામારી બાદ લાગેલા લોકડાઉનમાં (lockdown) કામકાજના ઓર્ડર આવતા બંધ થઈ ગયા હતા. જેને લઇને છેલ્લા સાત મહિનાથી આયુવાન બેકાર હતો.  જેને લઈને આર્થિકમંદી લઇને કામ મળતું નહિ હોવાને લઇને આર્થિક સંકડામણ અનુભવતો હતો.

રૂમમાંથી દુર્ગંધ આવતા માતાએ દરવાજો ખટખટાવેલો
પ્રદિપના રૂમમાંથી દુર્ગંધ આવતા માતાએ દરવાજો ખટખટાવી ખોલવા અનેક વિનંતી કરી હતી. જોકે પ્રદીપે દરવાજો ન ખોલતાં મને (રાજુભાઇ) બોલાવવામાં આવ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા જ મેં પ્રદીપને દરવાજો ખોલવા જણાવ્યું હતું. તેણે દરવાજો ખોલી મને કહ્યું મેં ઝેરી દવા પી લીધી છે મારે જીવવું છે. મને હોસ્પિટલ લઈ જાઉં એટલે મેં તરત જ 108 ને ફોન કરી પ્રદીપને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. પ્રદીપની પત્ની દોઢ મહિનાથી પિયરે ગઈ છે. એને આ બાબતની જાણ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રદીપ ખૂબ જ મહેનતુ અને ગુસ્સાવાળો પણ હતો. જોકે આખા પરિવારની જવાબદારી ઉપાડવાથી ભાગતો ન હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દવા પીધાના ચાર કલાક બાદ પરિવારને જાણ કરી
જોકે પ્રદીપે દરવાજો ન ખોલતાં પરિવારે આજુ બાજુના લોકોને બોલાવ્યા હતા. જ્યાં જોકેદવા પીધાના ચાર કલાક બાદ પ્રદીપે દરવાજો ખોલી પરિવારને કહ્યું ‘મેં ઝેરી દવા પી લીધી છે મારે જીવવું છે. મને હોસ્પિટલ લઈ જાઓ’ એટલે મેં તરત જ 108ને ફોન કરી પ્રદીપને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં.  જ્યાં ટૂંકી સારવાર બાદ આ યુવાનું કરું મોત થયું હતું.

છેલ્લા દોઢ મહિનાથી પત્ની પિયર હતી , પતિના સમાચારથી શોકાતૂર બની
જોકે યુવાની પત્ની છેલ્લા દોઢ મહિનાથી પિયરે છે ત્યારે પતિના મોતના સમાચાર મળતા પત્ની શોકમાં ગરકાવ થઇ ગઈ હતી. જોકે મારનાર યુવાન  પ્રદીપ ખૂબ જ મહેનતુ અને ગુસ્સાવાળો પણ હતો. જોકે આખા પરિવારની જવાબદારી ઉપાડવાથી ભાગતો ન હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.