PM મોદી-મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં વેક્સિન લેશે, CM અને સાંસદોને અપાશે રસી, જાણો.. : સુત્રો..

376
Published on: 7:12 pm, Thu, 21 January 21
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં વેક્સિન લગાવશે.વેક્સિનેશનના બીજા તબક્કામાં દેશના એવા 75% સાંસદ, મુખ્યમંત્રી અને નેતાઓને વેક્સિન અપાશે જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાઈ રહ્યો છે. કોરોના વેક્સિન અંગે અમુક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. કોંગ્રેસ સહિત વિપક્ષના અમુક નેતાઓએ કહ્યું હતું કે, વડાપ્રધાને પહેલા પોતે વેક્સિન લેવાની હતી.

દેશમાં હાલ વેક્સિનેશનનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે, જેના હેઠળ 7 લાખથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. સ્વાસ્થ્યકર્મીઓના વેક્સિનેશન પછી બીજો તબક્કો શરૂ થશે. જેમાં સેના, અર્ધસૈનિક દળના જવાનો અને 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનેટ કરાશે. જો કે હજી સુધી સ્પષ્ટતા નથી થઈ કે બીજો તબક્કો ક્યારથી શરૂ થશે. પણ બીજા તબક્કાની ગાઈડલાઈન નક્કી છે. આ તબક્કામાં પીએમ મોદી સહિત મોટાભાગના રાજ્યોના સીએમ, રાજ્યપાલ સહિત ઘણા વીવીઆઈપીને વેક્સિનેટ કરાશે,કારણ કે દરેકની ઉંમર 50 વર્ષથી વધુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીએ કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી હતી. પહેલા તબક્કામાં 3 કરોડ ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિન લગાવાઈ રહી છેઃફાઈલ તસવીર. - Divya Bhaskar

બીજા તબક્કામાં સેના, અર્ધસૈનિક બળોના જવાનો અને 50 વર્ષથી ઉપરના લોકોને રસી અપાશે. જો કે હજી સુધી એ સ્પષ્ટતા થઇ નથી કે બીજો તબક્કો કયારે શરૂ થશે. પરંતુ બીજા તબક્કાની ગાઇડલાઇન નક્કી છે. આ તબક્કામાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો સહિત કેટલાંય વીવીઆઇપીને રસી અપાશે. કારણ કે બધાની ઉંમર 50થી નજીક છે.

કેન્દ્ર સરકારની તરફથી બતાવામાં આવ્યું છે કે કયા સેશનમાં કોને રસી આપવાની છે. આ રાજ્ય સરકાર પર નિર્ભર છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્ય છે જ્યાં લક્ષ્યને ઝડપથી પૂરું કરી રહ્યા છે. તો દિલ્હી, પંજાબ સહિત કેટલાંય એવા રાજ્ય છે જ્યાં સ્વાસ્થ્યકર્મી અત્યારે રસી મૂકાવાથી બચી રહ્યા છે. એવા કર્મચારીઓનું હવે કાઉન્સેલિંગ કરાશે.

આવો હોઈ શકે છે સરકારનો પ્લાન

મળતી માહિતી મુજબ, દરેક ચરણ માટે સરકારે અલગ તૈયારીઓ કરી છે. એવામાં દેશમાં વેક્સીન કાર્યક્રમના પહેલા ચરણમાં કોઈ પણ જનપ્રતિનિધિને વેક્સીન નહીં આપવામાં આવે. રિપોર્ટ્સ મુજબ વેક્સીન પ્રણાલીથી જોડાયેલા એક અધિકારીને હવાલો સોંપવામાં આવ્યો છે.

જરૂરી છે રાજનેતાઓનું યોગદાન

દેશમાં વેક્સીન કાર્યક્રમ શરૂ થતાં પહેલા જ લોકોએ તેની સત્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. સૂત્રો અનુસાર એવામાં વેક્સીનને લઈ તૈયાર કરવામાં આવેલા નેશનલ ટાસ્ક ફોર્સે પણ આ વાતને માની હતી કે 27 કરોડ લોકોને વેક્સીન આપવા માટે નેતાઓનો સહયોગ જરુરી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો રાજનેતાઓ વેક્સીન કાર્યક્રમમાં સામેલ થાય છે તો તેનાથી લોકોના મનમાં વેક્સીનને લઈ ઊભા થઈ રહેલા સવાલો દૂર કરવામાં મદદ મળશે.

PM Modi launches India's coronavirus vaccine drive, first shot  administered- The New Indian Express

પીએમ મોદીએ કહ્યું હતું કે દુષ્પ્રચારથી દૂર રહો
કોરોના વેક્સિનેશનની શરૂઆત કરતાં મોદીએ કહ્યું હતું કે ‘તમારે કોઈપણ પ્રકારના દુષ્પ્રચારથી બચીને રહેવાનું છે. આપણા વૈજ્ઞાનિકોની દુનિયામાં બહુ વિશ્વસનીયતા છે. આપણે આ વિશ્વાસ આપણા ટ્રેક રેકોર્ડથી હાંસિલ કર્યો છે. તમને જાણીને ગર્વ થશે કે દુનિયામાં જેટલાં બાળકોને જીવનરક્ષક વેક્સિન લાગે છે તેમાંથી 60% ભારતમાં જ બને છે.’

છેલ્લા 5 દિવસમાં 7.86 લાખ હેલ્થકેરવર્કર્સને વેક્સિનેટ કરાયા
સરકારી આંકડાના જણાવ્યા પ્રમાણે, 5 દિવસમાં વેક્સિનેશનના 14,119 સેશન થયા, જેમાં 7 લાખ 86 હજાર 842 હેલ્થકેરવર્કર્સને વેક્સિન અપાઈ.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317