વડોદરા : ડેન્ગ્યુનો કહેર, નેશનલ જુડો ચેમ્પિયન બનેલી વડોદારાની આશાસ્પદ યુવતીનું મોત..

402
Published on: 7:06 pm, Thu, 5 August 21
  • જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું મોત
  • વડોદરામાં રહેતી સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી મૃત્યુ
  • ફેમિલી તબીબની ઘરે જવાની ઉતાવળમાં દીકરીનું મોત નીપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ
  • દીકરી એક વર્ષની હતી ત્યારથી માતાએ તેને એકલા હાથે મોટી કરી હતી
  • સાક્ષી રાવલના મૃત્યુથી પરિવારજનોમાં શોક

વડોદરા શહેરમાં એક 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેંગ્યૂથી નિધન થયું છે. શહેરના આજવા રોડ ખાતે રહેતી 19 વર્ષીય સાક્ષી રાવલ નું નિધન થયું છે. સાક્ષીએ વર્ષ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વડોદરા શહેર માં વકરેલા પાણીજન્ય રોગચાળાએ એક નેશનલ પ્લેયરનો ભોગ લીધો છે. નેશનલ પ્લેયર એવી સાક્ષીના નિધનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 19 વર્ષની ઉંમરે દીકરી ગુમાવતા પરિવારના સભ્યો ભાંગી પડ્યાં હતાં. અંતિમ સંસ્કાર વખતે હાજર તમામ લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે તંત્રના પાપે અમારે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં હાલ પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. શહેરના અનેક વિસ્તારો રોગચાળાના ભરડવામાં આવી ગયા છે.

મૃત્યુ પામેલી યુવતીની ઓલિમ્પિકમાં રમવાની ઇચ્છા હતી.

ચોમાસાની સિઝનમાં રોગચોળો વકરતા ડેન્ડગ્યું, મેલેરિયા સહિતની અનેક કેસમાં વધારો થયો હયો છે ત્યારે વડોદરામાં ડેન્ગ્યુને કારણે જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું મોત નિપજ્યું છે. જો વાત કરવામાં આવે તો આજવા રોડ પર રહેતી સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી જેણે વર્ષ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જો કે સાક્ષી રાવલના મોત અંગે જણાવ્યું હતું કે, સાક્ષી રાવલ એન.સી.સી. કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તેણે તાવ આવવાનું શરૂ થયું હતું. આથી તેઓએ તેમના ફેમિલી ડોક્ટર સાથે દવા લીધી હતી. તબિયત વધુ બગડતા ફેમિલી ડોક્ટરે બોટલ ચઢાવ્યો હતો. બોટલ ચઢાવ્યા બાદ રિએક્સન આવ્યું હતું. તબિયત વધુ લથડતા તેણે સંગમ હોસ્પિટલમાં રવિવારે સાંજે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાક્ષીની તબિયત વધુ ખરાબ છે. સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતા અમે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એક કલાકની રઝળપાટ બાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

વડોદરા: 19 વર્ષીય આશાસ્પદ નેશનલ પ્લેયર સાક્ષી રાવલનુ ડેંગ્યૂથી મોત

વડોદરા શહેરના આજવા રોડ ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સયાજી ટાઉનશિપમાં રહેતી અને ઝારખંડ ખાતે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી 19 વર્ષીય સાક્ષી રાવલનું ડેન્ગ્યુની બીમારીથી મોત થતાં રમતગમતક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સાક્ષી રાવલ માતા ગાયત્રીબહેન રાવલ સાથે રહેતી હતી. મા-દીકરી નોકરી કરીને સુખમય જીવન પસાર કરી રહ્યાં હતાં.

સાક્ષીનું ડેન્ગ્યૂને કારણે મોત થતા પરિવારજનો  સારવારમાં બેદરકારીનો રખાયાનો આરોપ લગાવી રહ્યા છે. ડેન્ગ્યૂ થયો હોવા છતા ટાઈફોઈડની સારવાર ચાલુ રાખી હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે. પરિવારજનોએ વારસિયા રિંગ રોડ ઉપરની ખાનગી ક્લિનીક તેમજ સંગમ હોસ્પિટલ ઉપર આરોપ લગાવ્યો છે. સાક્ષીના મૃત્યુંથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ભાવિન રાવલે આક્ષેપ કર્યો હતો કે ફેમિલી ડોક્ટરે ઘરે જવાની ઉતાવળમાં સાક્ષીનો ભોગ લીધો હતો. સામાન્ય રીતે દર્દીને ચઢાવવામાં આવતી બોટલ એક કલાકમાં પૂરો થાય, પરંતુ ડોક્ટરને ક્લિનિક બંધ કરવાનું હોવાથી સાક્ષીને ચઢાવેલી બોટલ અડધો કલાકમાં પૂરો કરી તેઓ ક્લિનિક બંધ કરી રવાના થઇ ગયા હતા. સાક્ષીને ઘરે લાવ્યા બાદ તેની તબિયત લથડવા માંડી હતી, જેથી તરત જ તેને સંગમ હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મારી ભાણી સાક્ષીનું મોત તબીબોની નિષ્કાળજીથી થયું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317