નવસારી સિવિલમાં કોરોના વોરિયર્સ નર્સનો આપઘાત,નર્સે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી

670
Published on: 7:30 pm, Thu, 22 October 20

નવસારી સિવિલ

ગુજરાત

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સે અપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. નર્સે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી.પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા છે, સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે,વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ નર્સના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની તપાસ હાથ ધરશે.

નવસારી નર્સ આપઘાત પ્રકરણમાં 28 વર્ષીય નર્સે ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે. મેઘાએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઈટ નોટ લખી છે. હાલ વિજલપોર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સ્યુસાઈડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલ નવસારી સિવિલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેણે સિવિલના ઉચ્ચ અધિકારીઓનો ત્રાસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઈટ નોટમાં મેટર્ન અને સિવિલ સર્જન પર મોટા આરોપ પણ મૂક્યા છે. પોતાની દીકરીએ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના કારણે આપઘાત કરતા મૃત્તકના પરિજનોએ પણ આરોપ લગાવ્યો છે. વિજલપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ સામે આવી શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ