નવસારી CCTV Video : ફ્લેટમાં ડૉક્ટરની કાર નીચે આવી જતા બાળકનું મોત નીપજ્યું

7876
Published on: 2:51 pm, Wed, 13 January 21
નવસારી ગુજરાત

રાજ્યમાં કોરોના મહામારી બાદ લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ ફરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે નવસારીમાં એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે કે, જે જોતા ભલ ભલા કઠણ કાળજાના વ્યક્તિના પણ રૂવાંટા ઉભા થઈ જાય. નવસારીમાં એક ડોક્ટરે કાર નીચે માસુમ બાળકને કચડી નાખતા બાળકનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી શહેરમાં આવેલા વિરભદ્ર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં જવાના ઢાળ પર રમી રહેલું ત્રણ વર્ષનું બાળક કાર નીચે કચડાઈ જતા કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાની બાળકના માતા-પિતાને જાણ થતા તેમના હૈયાફાટ રૂદનથી ગમગીન માહોલ છવાઈ ગયો હતો.

વિગતે ઘટનાની વાત કરીએ તો, નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વિરભદ્ર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં જવાના ઢાળ પર એક ત્રણ વર્ષનું બાળક રમતા રમતા પહોંચી ગયું હતું. આ સમય ડોક્ટર પ્રીતેશ બચુભાઈ પટેલ પોતાની કાર લઈ બહારથી આવે છે, અને ઢાળમાં જેવી કાર જાય છે, ત્યાં બાળક તેમની કાર નીચે કચડાઈ જતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ અકસ્માતની ઘટનામાં બાળક બેઝમેન્ટમાં જઈ રહ્યું છે તેવા અને ડોક્ટરની ગાડી બહારથી આવી રહી છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

નવસારી CCTV Video: ફ્લેટમાં ડોક્ટરની કાર નીચે 3 વર્ષનું બાળકનું કચડાઈ જતા મોત, 'માતાએ મુકી પોક'

આ ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોવા મળી રહ્યું છે કે આ બાળક ત્યાં રમતા-રમતા બેઝમેન્ટ પાર્કિંગ તરફ જતું રહે છે. થોડો સમય બાદ ત્યાં એક કાર આવે છે. આ બાળકનું તે કાર નીચે આવી જતા મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ કબ્જે લીધા હતા. નવસારી ટાઉન પોલીસમાં આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બાળકને અડફેટે લેનાર ડોક્ટર હોઈ તેમજ આ અકસ્માતમાં બાળકનું મોત નીપજયું હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટના બાદ અકસ્માત સર્જનાર ડોક્ટર પ્રિતેશ બચુભાઈ પટેલ ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે તેમની પુછપરછ હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ