રામ રાખે તેને કોણ ચાખે : ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી, પછી જુઓ શું થયું..

847
Published on: 2:03 pm, Wed, 24 March 21
રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી
અડધી રાત્રે RPF જવાનો પાટા પર શોધવા દોડ્યા
ઈમરજન્સી બારીમાંથી બહાર પડી બાળકી 

ગુજરાતના અમલસાડ સ્ટેશન પર વિચિત્ર ઘટના બની હતી. સ્ટેશન પરથી પસાર થયેલી અવંતિકા એક્સપ્રેસમાંથી એક બાળકી ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા જ આરપીએફ જવાન તાત્કાલિક ટ્રેક પર દોડી ગયા હતા, અને બાળકીનો જીવ બચાવ્યો હતો. જોકે આ ઘટનામાં બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી.

 શૈલેષ પટેલ.

ઈમરજન્સી બારીમાંથી બહાર પડી બાળકી 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભીલાડનો એક પરિવાર મુંબઈથી મધ્ય પ્રદેશ જવા રવાના થયો હતો. મહેશ હેંચાનો પરિવાર તેમની બે વર્ષની દીકરી સાથે અવંતિકા એક્સપ્રેસમાં સવાર થઈને દેવાસ પહોંચવાનો હતો. ત્યારે રાતના સમયે અવંતિકા એક્સપ્રેસ અમલસાડ સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પરિવાર સાથે દુખદ ઘટના બની હતી. પરિવાર સાથે બે વર્ષની દીકરી રુહી હતી. જે અમલસાડ સ્ટેશન પાસે અચાનક ઈમરજન્સી બારીમાંથી નીચે પડી ગઈ હતી. રુહી નીચે પડી ત્યારે ટ્રેન રવાના થઈ ગઈ હતી.

 મળતી માહિતી પ્રમાણે મહેશ હેંચા નામનો વ્યક્તિ તેની બે વર્ષની દીકરી રુહી સાથે વલસાડના ભીલાડથી મધ્ય પ્રદેશના દેવાસ જવા માટે નીકળ્યો હતો. મહેશ સાથે તેની બે વર્ષની દીકરી રુહી પણ હતી. આ દરમિયાન રુહી ઇમરજન્સી બારીમાંથી નીચે પડી ગઈ હતી. પરિવારને રુહી ગાયબ થયાની જાણ થતાં જ ચેન પુલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં ટ્રેન અમલસાડ સ્ટેશન ખાતે ઊભી રહી હતી. જે બાદમાં બનાવ અંગેની જાણ અમલસાડ સ્ટેશન માસ્તરને કરવામાં આવી હતી.

ભીલાડના એક પરિવારની બે વર્ષની દીકરી સાથે બન્યો છે. હકીકતમાં પરિવાર મુંબઈ થી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ માં મધ્ય પ્રદેશ જવા માટે બેઠો હતો. પરિવાર સાથે બે વર્ષની દીકરી હતી. રાત્રે ટ્રેન દોડી રહી હતી ત્યારે બે વર્ષની રુહી ટ્રેનની ઇમરજન્સી બારીમાંથી નીચે પટકાઈ હતી. આ બાળકીને એક આરપીએફ ના જવાને ટ્રેક પરથી શોધી કાઢી હતી. ટ્રેનમાંથી નીચે પડતા બાળકીને ઈજા પહોંચી હતી પરંતુ તેણીની જીવ બચી ગયો હતો. આરપીએફના જવાને પગપાળા ટ્રેનના પાટા પરથી બાળકીને શોધી કાઢી હતી.

આરપીએફ જવાનો બાળકીને શોધવા પાટા પર દોડી પડ્યા 

બાળકી નીચે પડ્યાની જાણ થતા જ મહેશ હેંચાએ તાત્કાલિક ઈમરજન્સી ચેન પુલિંગ કર્યું હતું. જેથી ટ્રેન અમલસાડ સ્ટેશન પર ઉભી રહી ગઈ હતી. પરિવારે રેલવે પોલીસને આ અંગે જાણ કરી હતી. જેથી રેલવે પોલીસે બાળકીને શોધવા દોડાદોડ કરી મૂકી હતી. તાત્કાલિક બીલીમોરા સ્ટેશન પર જાણ કરવામાં આવી હતી. જેથી વલસાડ પોલીસનો ડી સ્ટાફ અને બીલીમોરાના આરપીએફ જવાનો તાત્કાલિક બાળકીને શોધવા નીકળી પડ્યા હતા. પોલીસના જવાનોએ રેલવેના પાટા પર શોધ આદરી હતી.

 બાળકીનો રડવાનો અવાજ સંભળાયો: શેલૈષ પરમાર અને અન્ય ટીમ જ્યારે બાળકીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે બીલીમોરા નજીક તલોધ ગરનાળા પાસે બાળકી રડી રહી હોવાનો અવાજ સંભળાયો હતો. જે બાદમાં પોલીસનો સ્ટાફ અવાજ તરફ દોડી ગયો હતો. તપાસ કરતા બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી. જે બાદમાં તેણીને તાત્કાલિક સારવાર માટે બીલીમોરા ખસેડવામાં આવી હતી.

હૉસ્પિટલ ખાતે સારવાર બાદ ડૉક્ટરોએ બાળકીને ભયમુક્ત જાહેર કરી છે. રેલવે પોલીસના જવાન શેલૈષ પટેલની કાબિલે દાદ ત્વરિત કામગીરીને પગલે બાળકી હેમખેમ મળી આવી હતી. જો, બાળકીને શોધવામાં મોડું થયું હોત તો ઈજાને કારણે તેની હાલત ગંબીર બની જાત અથવા શ્વાન કે અન્ય કોઈ પ્રાણીઓ તેણીને નુકસાન પહોંચાડી શકતા હતા.

મોડીરાત્રે 12 વાગ્યાથી બે વાગ્યા સુધી બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. આખરે પોલીસ જવાનાનો કાન પર રડતી રુહીનો અવાજ પડ્યો હતો. બીલીમોરા નજીક તલોધ ગરનાળા પાસે બાળકી રડતી હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી પોલીસે તાત્કાલિક જઈને જોયું તો ઈજાગ્રસ્ત બાળકી નીચે પડી હતી અને તે રડી રહી હતી. આખરે રુહીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જોકે, સમગ્ર બનાવમાં રેલવે પોલીસના જવાનોની બાહોશ કામગીરી વખાણવાલાયક બની છે. જો સહેજ પણ મોડુ થાત તો બાળકી સાથે કોઈ પણ ગંભીર અને અનિચ્છનીય ઘટના બની શકી હોત.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317