સુરત : બાળક માત્ર 700 ગ્રામ વજન સાથે પોણા 6 મહીને જન્મ્યું, ડોક્ટરોએ 3 મહિનામાં સ્વસ્થ કરી દીધું

1342
Published on: 4:01 pm, Mon, 1 February 21
સુરત ગુજરાત

સુરતના વરાછા વિસ્તારમાં અધૂરા મહીને જન્મેલા બાળકની સારવાર કરવામાં આવી હતી. બાળક 700 ગ્રામ વજન સાથે પોણા 6 મહીને જન્મ્યું હતું. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી અને 3 મહિનાની સારવાર બાદ બાળક બિલકુલ સ્વસ્થ થયું છે. હાલ બાળકનું વજન 1 કિલોને 800 ગ્રામ છે.

બાળક જન્મે ત્યારે સામાન્ય રીતે તેનું વજન અઢી કિલોથી વધુ હોવું જોઈએ. પરંતુ કેટલાક કિસ્સાઓમાં બાળક અધૂરા માસે જન્મે છે અને તેનું વજન ઓછું હોવાથી તેના સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેટલાક કિસ્સાઓમાં બાળકને બચાવવું પણ મુશ્કેલ થઇ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

જન્મ સમયે બાળકને બચાવવું ત્યારે ખુબ જ અધરું હતું.

અંદાજીત 3 મહિના સુધી બાળકની સારવાર ચાલી હતી અને આખરે બાળક સ્વસ્થ થયું છે. બાળકને ડીસ્ચાર્જ કર્યું હતું ત્યારે બાળકનું વજન 1 કિલો અને 800 ગ્રામ જેટલું થયું હતું. ડો. નિકુંજે જણાવ્યું હતું કે, આ પ્રકારના બાળકને બચવાના ચાન્સ બહુ ઓછા હોય છે અને 10માંથી 3 બાળકો જ આવા કેસમાં બચી શકે છે. પરંતુ અમારી મેહનત રંગ લાવી હતી અને આખરે બાળક ધી નાઈસ હોસ્પિટલમાં સારવાર લઈને સ્વસ્થ થયું છે.

બાળકને ડીસ્ચાર્જ કર્યું ત્યારે બાળકનું વજન 1 કિલો અને 800 ગ્રામ જેટલું થયું.

સુરતના વરાછા રોડ પર આવેલી ધી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં પોણા 6 મહીને જન્મેલા એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું. બાળક જન્મ્યું ત્યારે તેનું વજન 700 ગ્રામ જેટલું હતું. બાળકને બચાવવું ત્યારે ખુબ જ અધરું હતું. પરંતુ તબીબ ડો. નીકુજ પડશાળા દ્વારા બાળકની સારવાર શરુ કરવામાં આવી હતી.

બાળકને બચાવનાર ડોક્ટર નિકુંજનો પરિવારજનોએ આભાર માન્યો.

પોતાનું બાળક અધૂરા માસે જન્મ્યું હોય અને બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યારે સ્વાભાવિક છે કે માતા-પિતા ચિંતામાં શોકાતુર હોય છે. પરંતુ આખરે પોતાનું બાળક સ્વસ્થ થતા માતા-પિતામાં ખુશીની લહેર જોવા મળી હતી. માતાની આંખમાં હરખના આંસુ હતા. બાળકના પિતાએ જણાવ્યું હતું કે, આજદિન સુધી સાંભળ્યું હતું કે ડોક્ટર ભગવાનનું રૂપ છે. પરંતુ આજે તે જોય પણ લીધું. માતા-પિતાએ બાળક સ્વસ્થ થતા હોસ્પિટલના તબીબ અને સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ