આજથી ગુજરાતમાં નવા નિયમોની અમલવારી, સતત ઘટતા કેસના કારણે CM રૂપાણીએ લીધો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય..

1771
Published on: 2:04 pm, Fri, 4 June 21
  • રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 
  • ખાનગી ઓફિસમાં 100 ટકા સ્ટાફને મંજૂરી
  • કોરોનાના કેસ ઘટતા લેવાયો નિર્ણય
  • હેર સલૂન,બ્યુટી પાર્લર સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
  • રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલીવરીને 10 વાગ્યા સુધી મંજૂરી
  • કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
  • રાત્રે 9:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ 
  • સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરશે

રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર ધીમે ધીમે કાબૂ મેળવવામાં ગુજરાતે સફળતા મેળવી લીધી છે. હવે દરરોજ નવા કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. પહેલાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજાર પર પહોંચી ગયો હતો તે હવે ધીમે ધીમે 1200 ની આસપાસ આવી ગયો છે.

Central govt employees may get work from home option for 15 days a year  post lockdown | Business News – India TV

કોરોના કહેર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઘટના જતા કોરોના કેસને પગલે આજની નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. કોરોના કેસ વધતા રાજ્યમા આકરી નિયમોની અમલવારી વચ્ચે આંશિક રાહત મળવા જઈ રહી છે. આ નિયમોમાં દુકાનો, વેપાર-ધંધા ચલાવવા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

જેના પરિણામે કોરોનાની મહામારી લીધે રાજ્યમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીમે ધીમે રાહત આપવામાં આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ  દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી એટલે કે આજથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

App set to hire more women for food delivery | Deccan Herald

કોરોનાના કારણે ઓફિસોમાં સ્ટાફમાં મૂકાયો હતો કાપ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે મોટા ભાગના શહેરોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા જે હવે હટાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની ખાનગી કંપનીઓમાં માત્ર 50% કર્મચારીઓની હાજરી સાથે કામની પરવાનગી આપવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની પ્રથા ચાલુ કરવામાં આવી હતી. લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ બાદ હવે ફરી ગુજરાતની ઓફિસોમાં પહેલા જેવો માહોલ જોવા મળશે.

ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે.

રાજ્યમાં આજથી નવા નિયમો લાગુ થશે

Ahmedabad to ease lockdown on May 15 | Cities News,The Indian Express

રાજ્યમાં આશિંક રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું પરતું હવે કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે થોડી છુટછાટ આપવા જઈ રહી છે. જેને પગલે હેર સલૂન, બ્યુટી પાર્લર હવે સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીની સમય મર્યાદા રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી છે.જ્યારે ટેક અવે ને રાતના 9 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317