સુરતમાં કોરોનાના નવાં લક્ષણો : તાવ જ નહીં જો આ સાતમાંથી કોઇપણ લક્ષણો જણાય તો પણ કોરોના ટેસ્ટ કરાવી લેજો..

1471
Published on: 1:26 pm, Wed, 24 March 21
  • સુરતમાં કોરોના સંક્રમણે વધારી ચિંતા
  • કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસર્યો
  • નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા
  • સામાન્ય કોરોના કરતાં શહેરમાં પ્રસરેલા નવા સ્ટ્રેનના કોરોનાનાં લક્ષણો પણ બદલાયાં
  • કોઈપણ દર્દી હોમ ક્વોરન્ટીનનો ભંગ કરે તો પાલિકાને જાણ કરવા અપીલ
  • રાંદેર ઝોનમાં 76, કતારગામમાં 42 વરાછા-એમાં 30 અને વરાછા-બીમાં 36 પોઝિટિવ મળ્યા

સુરત શહેરમાં બ્રિટન અને આફ્રિકન સ્ટ્રેનના દર્દીઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં મનપા કમિશનર બંછાનીધિ પાની દ્વારા વારંવાર આ અંગે ચેતવણી અને અપીલ કરવામાં આવી રહી છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા. પરંતુ આ નવા વિદેશ સ્ટ્રેનનું શહેરમાં સંક્રમણ ફેલાયા બાદ લક્ષણો પણ બદલાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ દ્વારા અલગ અલગ ફરિયાદો કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કેટલાક લક્ષણો નવા સામે આવી રહ્યા છે.

મહત્તમ દર્દીઓમાં તાવની સમસ્યા ઓછી છે પરંતુ જો ઉક્ત મુજબના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા પાલિકાએ લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં પોઝિટિવ દર્દીઓ ક્વોરન્ટાઇનનો ભંગ કરે તો પાલિકાના 1800-123-8000 નંબર પર જાણ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.

આ સાત લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવો જરૂરી
શરીરમાં કળતર,
દુ:ખાવો, આંખ આવવી,
લાલ થવી,
ગળામાં દુ:ખાવો થવો,
હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી,
ડાયરિયા થવો,
પેટમાં દુખવું,
માથામાં દુખાવો થવો,
ચામડી પર ખંજવાળ આવવી.

શહેરમાં એક્ટિવ કેસ પૈકી 27 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ

શહેરમાં એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં આવી રહેલા પોઝિટિવ કેસમાંથી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. મંગળવારે શહેરમાં કોરોનાના 1948 એક્ટિવ દર્દીઓ છે. તેમાંથી 27% એટલે કે 526 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા સિવિલમાં 151, સ્મીમેરમાં 71 તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં 304 દર્દીઓ દાખલ છે.

બહારથી આવનારને સાત દિવસ હોમ ક્વૉરન્ટી થવુ પડશે

Surat Corona: Know which two more zone in red zone due to spike covid 19  cases | Surat: કોરોનાની સ્થિતી ગંભીર બનતાં બીજા ક્યા બે ઝોન રેડ ઝોનમાં  મૂકવા પડ્યા ? ક્યા

સુરતના આરોગ્ય અધિકારીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, શહેરમાં આપણને યુકે અને આફ્રિકન સ્ટ્રેઇન વધારે જોવા મળ્યા છે. આ સ્ટ્રેઇનમાં સંક્રમણ ફેલાવવાની શક્તિ છે તે વધારે છે. આ સાથે ગંભીર રોગની સમસ્યા પણ થાય છે. તેથી આપણે સાવચેતીના પગલા લેવા જોઇએ. આના લક્ષણોમાં પણ ફેરફાર થયો છે જેમકે, પેટમાં દુખવું, શરીર પર ખંજવાળ આવવી, સામાન્ય માથુ દુખતું હોય તો પણ ચોક્કસ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. બહારના રાજ્યમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ સાથે તેમને સાત દિવસ હૉમ ક્વૉરન્ટીન થવું પડે છે. પહેલા આપણે 12 હજાર લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતું હતુ જે વધારીને 20 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Coronavirus scare: Infosys sends trainees home from Mysuru campus

શાકભાજી વિક્રેતા, રીક્ષાચાલક અને વિદ્યાર્થીઓ પણ થયા સંક્રમિત

સુરતમાં કોરોનાની રફ્તાર રોકવા તંત્ર મથામણ કરી રહ્યું છે. જેથી અલગ અલગ વ્યવસાયના લોકોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઇકાલે ટેક્સટાઇલ યુનિટ માં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ 19 વિદ્યાર્થીઓ અને 35 શાકભાજી વિક્રેતાઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 35 રીક્ષાચાલકો, હોટલ રેસ્ટોરન્ટ માં 35 લોકો સંક્રમિત સાબીત થયા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317