નવી સ્ક્રેપ પોલિસી : જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફિકેટ મળશે, હવે તમારે સૌપ્રથમ શું કરવાનું રહેશે, જાણી લો..

1290
Published on: 4:03 pm, Fri, 13 August 21
  • વ્હીકલ સ્ક્રેપ પોલિસી લૉન્ચ
  • સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે
  • વ્હીકલનું ફિટનેસ ટેસ્ટ કરવું જરૂરી
  • કઈ રીતે તમારા વાહનને થશે અસર, જાણો વિગત
  • શમાં રોડ સેફ્ટી વધશે અને પ્રદૂષણ પણ ઓછું થશે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2021ના ​​કેન્દ્રીય બજેટ માં વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી  રજૂ કરી હતી. તેના થોડા દિવસો બાદ પરિવહન મંત્રી નીતિન ગડકરી એ લોકસભામાં આ પોલિસી અંગે જાણકારી આપી હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં ઈન્વેસ્ટર સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. નવી સ્ક્રેપેજ પોલિસી સ્વૈચ્છિક છે. પરંતુ અમુક સમયગાળા પછી વાહનો માટે ફરજિયાત ફિટનેસ ટેસ્ટની જરૂર પડશે. આ પોલિસીને લઈ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેથી નવી સ્ક્રેપેજ પોલિસી શું છે અને તેના કારણે ઉદ્યોગને કઈ રીતે ફાયદો થશે? તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

Budget 2021: Get monetary benefit by scrapping off your old vehicle - know  how

આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 75મા સ્વતંત્રતા દિવસ પહેલાં આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટાં લક્ષ્યોને સાકાર કરવામાં એક મોટું કદમ છે. આ પોલિસી નવા ભારતની મોબોલિટી ને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલિસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. સ્ક્રેપિંગ પોલિસી સમયની માગ છે. આ પોલિસીમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા છે. આ પોલિસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વનાં છે. આ પોલિસી પર્યાવરણ માટે પણ જરૂરી છે. આગામી સમયમાં આપણા વ્યાપારી જીવનમાં મોટાં પરિવર્તનો આવશે.

Scrappage Policy અંતર્ગત 15 વર્ષથી વધારે Government અને Commercial વાહનોને સ્ક્રેક કરવાની યોજના છે. 20 વર્ષથી વધારે જુના Private વાહનોને પણ સ્ક્રેપ કરવામાં આવશે. જૂની ગાડીઓના Re-Registration થી પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો રહેશે અને Automated Fitness Centre પર જુની ગાડીઓની તાપાસ થશે. આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુસાર ગાડીઓની Fitness તપાસ કરવામાં આવશે. Emission Test, બ્રેકિંગ સિસ્ટમ, Safety Components ની તપાસ કરવામાં આવશે અને Fitness Test માં ફેલ થતી ગાડીઓને સ્ક્રેપ કરી દેવામાં આવશે.

Vehicle scrappage policy announced in Lok Sabha - Autocar India

વાહનનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે તે પહેલા કરતા વધુ પ્રદુષણ ફેલાવા લાગે છે. આવું પ્રદુષણ રોકવા માટે વાહનને સ્ક્રેપ કરવું જરૂરી છે. આ ઉપરાંત જુના વાહનને સ્ક્રેપ કરવાથી નવા વાહન માટે જગ્યા થશે. જેના પરિણામે અત્યારે ગૂંગળાતી ઓટો ઈન્ડસ્ટ્રીમાં નવા શ્વાસ પુરાશે. આ બાબતે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, એકવાર વાહનોનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા બાદ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત આપવો પડશે. અલબત્ત લોકો સ્ક્રેપિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

PM મોદીએ પણ આ સમિટમાં જણાવ્યું હતું કે સ્ક્રેપ થનારી ગાડીઓ માટે સર્ટીફિકેટ મળશે. જ્યારે નવી ગાડી ખરીદશો તો તમને રજિસ્ટ્રેશનના રૂપિયામાં પણ છૂટ મળશે સાથે જ રોડટેક્સ પર પણ છૂટ મળશે. સાથે જ તેમણે કહ્યું કે વાહનોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ટેસ્ટ કરીને તેને સ્ક્રેપ કરવામાં આવશે ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Vehicle scrappage policy: Intended benefits vs possible reality - Autocar  India

મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર આ પ્રકારના ટેસ્ટ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં કરવામાં આવશે. આ કેન્દ્રોની સ્થાપના PPP મોડેલ હેઠળ કરવામાં આવશે. એક અંદાજ મુજબ દરેક ફિટનેસ ટેસ્ટ પાછળ ઓછામાં ઓછા રૂ. 30,000-40,000નો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત વાહન રજિસ્ટ્રેશનને રિન્યૂ કરતી વખતે ગ્રીન સેસ પણ વસૂલવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317