હવે રાત્રે કર્ફ્યૂ દરમિયાન 108 એમ્બ્યુલન્સની સાયરન વગાડવા ઉપર પ્રતિબંધ મૂકાયો : વિજય રૂપાણી

1477
Published on: 1:51 pm, Sun, 18 April 21
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિબંધના આદેશ કર્યા- રાત્રે ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ અપાઈ, લોકોમાં ડરનો માહોલ ઊભો થતો હોવાનો મત
રાત્રિ કર્ફ્યૂમાં શું ન કરવા 108 સેવાને અપાઇ સૂચના

રાજ્યમાં કોરોનાના કારણે લોકોમાં ડર અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રે કર્ફ્યૂ દરમિયાન 108 એમ્બ્યુલન્સની વાગતી સાયરન ઉપર પ્રતિબંધ મૂક્યો છે .સાયરનના કારણે લોકોની માનસિક સ્થિતિ બગડતી હોવાનું તેમજ લોકોમાં ડર પેદા થતો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આ પ્રતિબંધ મૂકાયો છે. જોકે રાત્રે ટ્રાફિક હોય તેવા સંજાગોમાં સાયરન વગાડવાની છૂટ આપવામાં આવી છે.

Queue of ambulances seen at Ahmedabad Civil Hospital after Covid beds run out - Coronavirus Outbreak News

અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રિ કરફ્યું દરમિયાન ઇમરજન્સી સેવા ૧૦૮ને સાઇરન ન વગાડવાની સૂચના રાજ્ય સરકારમાંથી મળી છે. દિવસ દરમિયાન પણ ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવી , તે સિવાય  નાહકની સાયરનો વગાડીને લોકોમાં ભય ફેલાવવાથી દુર રહેવાની અપીલ તમામ પ્રકારની એમ્બ્યુલન્સ સેવાઓને પણ કરવામાં આવી  હોવાનું જાણવા  મળે છે.

આ સ્થિતિમાં ખાસ કરીને અમદાવાદમાં રાત-દિવસ ૧૦૮ સહિતની વિવિધ એમ્બ્યુલન્સો દોડાદોડ કરી રહી છે. ટ્રાફિક હોય કે ન હોય છતાંય સતત વાગતી સાયરનોથી આખો વિસ્તારો ગુંજી ઉઠે છે. રાત્રિ દરમિયાન તો કરફ્યું હોવા છતાંય એમ્બ્યુલન્સો સાયરનના ઘોંઘાટ સાથે પુરપાટ પસાર થતી હોય છે.  આ સ્થિતિમાં લોકો પેનિક થાય છે. લોકોમાં ડર એવો પેસી જાય છે કે હવે શું થશે, શું થવા બેઠું છેે ? એમ્બ્યુલન્સોના  બિનજરૂરી સાયરનથી લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે રાજ્ય સરકારના સુચના મુજબ આજથી જ ૧૦૮ ના તમામ કર્મચારીઓને બિનજરૂરી સાયરનો વગાડવાથી દુર રહેવાની સુચના અપાઇ હોવાનું ૧૦૮ના અધિકારીઓ જણાવી રહ્યા છે.

high court asks Gujarat vijay rupani government reason for mismatch in official numbers and reality - गुजरात सरकार छिपा रही है कोरोना के आंकड़े? हाई कोर्ट ने लगाई फटकार, टेस्टिंग पर भी

રાત્રે પરિવારો સૂતા હોય ત્યારે આખી રાત આ સાયરનો સંભળાતી હોવાથી અનેક લોકો ઊંઘી શકતા નથી અને કોરોના ન થયો હોવા છતાં કોરોનાના વિચારમાં ખોવાયેલા રહે છે. જે લોકો સ્વસ્થ છે અને કોરોનામાં સપડાયા નથી તેઓને માનસિક શાંતિ મળે અને ખોટો ડર ઊભો ન થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 108ની સાયરન વગાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317