રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ રાત્રિ કર્ફ્યુંમાં રાહત આપી, લગ્નમાં 200 લોકોને મંજૂરી મળશે, જાણો વધુ…

927
Published on: 2:47 pm, Sat, 30 January 21
રાત્રિ કર્ફ્યૂ
 • રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
 • રાત્રિ કર્ફ્યુમાં આપી રાહત
 • રાત્રીના 11 થી સવારના 6 સુધી રહેશે કફર્યૂ

રાજ્યનાં 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂને લઈને પણ મોટો નિર્ણય લેવાયો છે. એના આધારે હવે ગુજરાતનાં 4 મહાનગરમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે. હવે રાતના 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ યથાવત્ રહેશે, સાથે જ લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિની પરવાનગીમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરાયો છે. જેથી હવે જાહેરમાં લગ્ન પ્રસંગમાં 100ને બદલે 200 વ્યક્તિને છૂટ આપવામાં આવી છે.

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં રાત્રિ કર્ફ્યુમાં રાહત આપી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નિર્ણય લીધો હોવાની ચર્ચાે જોર પકડ્યું છે. 15મી ફેબ્રુઆરી સુધી આ ગાઈડલાઈન લાગુ પડશે.

રાત્રિ કર્ફ્યુમાં આપી રાહત

 • 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં આંશિક રાહત
 • રાત્રીના 11 થી સવારના 6 સુધી રહેશે કફર્યૂ
 • 15 ફેબ્રુઆરી સુધી 4 મહાનગરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે
 • અત્યાર સુધી રાત્રીના 10 થી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ હતુ
 • હવે રાત્રીના 11 થી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે
 • અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂ અમલમાં રહેશે  
 •  લગ્ન પ્રસંગમાં 200 લોકોને ભેગા થવાની છૂટ
 •  હોલ,હોટલમાં 50 ટકા કેપિસિટી સાથે એકઠા થવાની છૂટછાટ
 •  SOPનું પાલન કરવાનું ફરજિયાત

Prasang Party Plot - wedding venue, Surat

હોલ–હોટલ-બેન્ક્વેટ હોલમાં 50 ટકાની કેપેસિટીની મર્યાદા: પંકજકુમાર
ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, ગુજરાતમાં તો રાજ્ય સરકારનાં સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોની સક્રિય અને સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 93.94 ટકા સુધી લઇ જવામાં સફળતા મળી છે, જેથી હવે કેટલાક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. હવેથી હોલ–હોટલ-બેન્ક્વેટ હોલ–ઓડિટોરિયમ-કમ્યુનિટી હોલ-ટાઉન હોલ-જ્ઞાતિની વાડી જેવાં બંધ સ્થળોએ સામાજિક – ધાર્મિક-મનોરંજન કે અન્ય સમારોહ-કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના 50 ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે, સાથે જ પાર્ટી પ્લોટ-ખુલ્લાં મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા-સમારોહ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-હેન્ડ સેનિટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે.

Night curfew extended in Gujarat's Ahmedabad, Surat, Vadodara, Rajkot for next 15 days - Coronavirus Outbreak News

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશની સાથે જ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેલો છે. હાલમાં રાજ્યમાં અનલોક બાદ કેટલાંક શહેરોમાં હજુ પણ રાત્રી કર્ફ્યુંનો અમલ ચાલી રહ્યો છે. આની વચ્ચે રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્યનાં ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તણૂકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે એ સુનિશ્ચિત કરવાનાં તમામ પગલાં લેવાનાં રહેશે. નેશનલ ડાયરેક્ટિવ્ઝ ફોર કોવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.

લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 % થી વધુ નહી પરંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ હેતુસર www.digitalgujarat.gov.in  પોર્ટલ પર Online Registration for Organizing Marriage Function નામના Software પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Surat Covid-19 death numbers fudged?

મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યકિતઓની મર્યાદા રહેશે. હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમ,  કોમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે જેવા બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, સમારોહ તથા other congregations/large gatheringનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના 50 ટકાની મર્યાદામાં જ  સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ