કોરોના સામે ઝૂકી સરકાર, રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ : CM રૂપાણીની જાહેરાત

1050
  • કોર કમિટીની બેઠક બાદ CM રૂપાણીએ કરી મહત્વની જાહેરાત
  • રાજ્યના 20 શહેરોમાં રહશે રાત્રિ કર્ફ્યૂ 
  • કોરોનાની સ્થિતિને લઈને લેવાયો નિર્ણય 
  • લગ્નપ્રસંગમાં પણ ફક્ત 100 મહેમાન આવી શકશે, 30મી સુધી દર શનિવારે સરકારી ઓફિસો પણ બંધ રહેશે
  • રાજકીય તેમજ સામાજિક કાર્યક્રમો તથા મેળાવડા પર પણ પ્રતિબંધ, તમામ મોટા કાર્યક્રમો બંધ રાખવા નિર્ણય
  • 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો રદ, લગ્નમાં 100 લોકોને મંજૂરી, ગાંધીનગર-મો.હડફ ચૂંટણી યથાવત્

રાજ્યમાં કોરના વાઇરસની પ્રવર્તમાન સ્થિતિને જોતા સરકાર દ્વારા આજે હાઇકોર્ટની ટિપ્પણીનાં સંદર્ભે કેટલાક અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા રાજ્યનાં 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.  સરકાર દ્વારા અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, જામનગર, ભાવનગર, મહેસાણા, ભુજ, સુરેન્દ્રનગર, જૂનાગઝ સહિતના 20 શહેરોમાં 30મી એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરા કરવામાં આવી છે.

Behind Ahmedabad's Ventilator Controversy, a Backstory of Connections to  Top BJP Leaders

રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામા આવી છે.

ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો લેતા હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ વીડિયો-કોન્ફરન્સ થકી ચર્ચા કરી, જેમાં કેન્દ્રની ટીમ ગુજરાત ટૂંકમાં આવશે તેમ જણાવાયું છે. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે.

COVID-19: CM Rupani, DyCM Nitin Patel to visit Surat on Saturday - The Week

લગ્ન પ્રસંગે 100 લોકોને જ મળશે મંજૂરી 

લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.લગ્ન પ્રસંગમાં અત્યારસુધીમાં ફક્ત 200 લોકોની છૂટ હતી પરંતુ આગામી સમયમાં લગ્નમાં 100 વ્યક્તિની જ છૂટ આપવામાં આવશે. લગ્ન સમારંભમાં 50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વધુમાં કોઈ પણ મોટા રાજકીય અને ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ નહીં યોજાઈ શકે.

ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે નિર્દેશ કર્યો હતો

રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન લાગુ કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. ખંડપીઠે કહ્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317