રાજ્યમાં કર્ફ્યૂને લઈને CM રૂપાણીની જાહેરાત : 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે, જાણો કેટલી મળશે છૂટ…

1122
Published on: 9:03 pm, Fri, 15 January 21
રાત્રી કર્ફ્યૂ

રાજ્યમાં કર્ફ્યૂને લઈને CM રૂપાણીની જાહેરાત

રાજ્યના મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, આગામી 15 દિવસ મોટા 4 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં કર્ફ્યૂ યથાવત રહેશે.

રાજ્યમાં આવતીકાલે શનિવારથી કોરોનાના વેક્સિનેશનની શરૂઆત થવાની છે, ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન 31મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. અગાઉ પોલીસવડા આશિષ ભાટિયાએ ચાર શહેર એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. આ રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

15 દિવસ અગાઉ જ રાત્રિ કર્ફ્યૂ એક કલાક ઘટાડાયો હતો
ગુજરાતનાં ચાર મહાનગર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય અગાઉ નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો હતો. 15 દિવસ અગાઉ રાજ્યની કોર ગ્રુપની બેઠક મળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી હતી.

Night curfew extended in Gujarat's Ahmedabad to check coronavirus spread -  Cities News

નાઇટ કર્ફ્યૂની ધંધા-રોજગાર પર મોટી અસર થઈ
કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહેતી, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો.

KNIGHT CURFEW IN SURAT: Toughness on first day, softening elsewhere T

ગુજરાતના 4 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. જેમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. કર્ફ્યૂના કારણે જ કોરોના કંટ્રોલમાં આવ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ